વાહનોમાં પસંદગીના નંબર મેળવવા આરટીઓને થઇ ૬ કરોડની આવક

0
6

સુરત,તા.૨૧
સુરત શહેરમાં પ્રતિવર્ષ હજારો વાહનોનું વેચાણ થાય છે. સુરત વાસીઓ પોતાના વાહનો માટે મનગમતા નંબર મેળવવા માટે લાખો રૂપિયા ખર્ચી રહ્યા છે. આરટીઓ દ્વારા પસંદગીના નંબર માટે ઓનલાઈન ઓક્શનમાં રોજે રોજ લાખો રૂપિયાની આવક આરટીઓને થઈ રહી છે.
વર્ષ ૨૦૧૭માં આરટીઓને નંબરોની હરાજી માંથી રૂ.૭.૫ કરોડની આવક થઈ હતી. ચાલુ વર્ષે જાન્યુઆરી ૨૦૧૮ થી ઓક્ટોબર ૨૦૧૮ સુધીમાં ૧૦ મહિનામાં જ રૂ. ૬ કરોડ કરતા પણ વધુની આવક આરટીઓની તિજારીમાં જમા થઈ છે.
સુરત વાસીઓ પોતાના પસંદગીના વાહન નંબર મેળવવામાં પણ કરોડો રૂપિયાનો ખર્ચ કરી રહ્યા છે. વર્ષ ૨૦૧૭ માં સુરત આરટીઓ માં પસંદગી ના નંબર માટે રૂ. ૭.૫ કરોડ અને વર્ષ ૨૦૧૮ માં ૧૦ મહિનામાં જ રૂ. ૬ કરોડ કરતા વધુની આવક થઈ છે.
આરટીઓને વર્ષ ૨૦૧૭ માં સૌથી વધુ આવક ઓક્ટોમ્બર મહિના માં રૂ.૧૧૫.૩૭ લાખ થઈ હતી. ચાલુ વર્ષે માર્ચ ૨૦૧૮ માં રૂ. ૧૧૪.૯૩ લાખની થઈ હતી. દર મહિને સરેરાશ ૫૫ લાખ કરતા પણ વધુની આવક આરટીઓ ને નંબરોના ઓક્શન દ્વારા થઈ રહી છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY