મૃત્યુ પામેલ પશુઓ નિકાલ ન કરાતા સ્થાનિકો ન.પા. આગળ ભેંસ મૂકીને જતાં રહ્યાં

0
8

જુનાગઢ,તા.૨૧
જૂનાગઢનાં કેશોદ નગરપાલિકા કચેરીએ મૃત્યુ પામેલી ભેંસ નાંખવામાં આવી હતી. વોર્ડ નંબર નવમાં નગરપાલિકા દ્વારા મૃત્યુ પામેલ પશુઓ નિકાલ ન કરતા કોંગ્રેસે નગરપાલિકા આગળ ભેંસ મૂકીને જતાં રહ્યાં હતાં.
કેશોદના વોર્ડ નંબર નવ ઈન્દીરા નગરમા એક ભેંસનું મોત થતાં નગર પાલિકાને લેવા માટે ફોન કર્યો હતો. છતાં કેશોદ નગર પાલિકા તંત્ર દ્વારા મૃત્યુ પામેલી ભેંસને ઉપાડવામાં ના આવતા વોર્ડ નંબર નવના રહીશોમાં રોષ જાવા મળ્યો હતો.
રોષે ભરાયેલા ઈન્દીરા નગરના રહેવાસીઓ દ્વારા ભેંસને નગર પાલિકાના પટાંગણમાં મૂકી દેવામા આવી છે લોકોનુ એવુ કહેવૂ છે કે અગાઉ પણ હડકવાના રોગથી ગાયો ભેંસો અને કુતરાઓના મોત થયાછે લોકોમાં પણ રોગચાળો ફેલાવાની દહેશત વ્યક્ત કરાઈ રહી છે. નગરપાલિકા દ્વારા મૃત્યુ પામેલા પશુઓ વોર્ડ નંબર નવમાં ઠાલવવામાં આવતા હોવાના કારણે રોગચાળો ફેલાયો હોવાનુ લોકો જણાવી રહ્યા છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY