અમદાવાદથી ભરૂચ ભાણીની સગાઈમાં જઈ રહેલા પરિવારને ને.હાઇવે ૪૮ પર પાલેજ નજીક અકસ્માત નડતાં એક યુવતી ગંભીર રીતે ઘવાતા જેને તાત્કાલિક સારવાર અર્થે વડોદરા ખસેડાઇ હતી.

અકસ્માતની માહિતી અનુસાર રવિવારના રોજ સવારે નવ વાગ્યાના અરસામાં નેશનલ હાઇવે પાલેજ ચોકડી નજીક ફ્લાય ઓવર બ્રીજના ઉત્તર તરફના છેડા નજીક ઇકો કાર નંબર જીજે-૨૭-બીએસ-૧૨૫૪ માં અમદાવાદના કમલેશ રામદાસ રહે.અમદાવાદ,.બી-૬૭,સ્વામિનારાયણ નગર સર્કલ પાસે નિકોલ ગામ રોડનાઓ ઇકો કારમાં પરિવાર સાથે સવારે ભરૂચ બહેનની દીકરીના સગપણમાં જઇ રહ્યા હતા.દરમિયાન પાલેજ નજીક પાછળથી આવતી આઇસર ટેમ્પો ચાલકે ટક્કર મારતાં ઈકો કાર ડિવાઇડર ઉપર ચઢી ફરી જતાં ટ્રકની ટક્કરમાં કારનો દરવાજો દબાઈ ગયો હતો અને કારની પાછળનો કાચ તૂટી જઇ પાછળની સીટ ઉપર બેઠેલી યુવતી ફગોળાઈ બહાર પડી જતાં ટ્રકની અડફેટેમાં આવી જતાં માથાના ભાગે તેમજ ડાબા પગના ભાગે ગંભીર ઇજાઓ પોહચતાં તેણીને તાત્કાલિક સારવાર અર્થે વડોદરા ખસેડાયા હતી. ટેમ્પો ચાલાક અકસ્માત સર્જીને ગાડી મૂકીને ફરાર થઈ ગયો હતો. અકસ્માતની જાણ પાલેજ પોલીસ મથક થતા પાલેજ પોલીસ બીટ જમાદાર રમેશ ફતેસિંહએ ફરાર ટેમ્પો ચાલાક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ધનંજય ઝવેરી:-9978406923
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"






