સગાઇ તૂટતા હોલિવૂડ સ્ટાર હિલ્ટનનાં મંગેતરે વીંટી પરત લેવા કર્યા ધમપછાડા

0
3

ન્યુયોર્ક,તા.૨૧
સમાજસેવી અને રિયાલિટી ટીવી સ્ટાર પેરિસ હિલ્ટનથી અલગ થયા પછી ક્રિસ જિલ્કા પોતાની ૨૦ લાખ ડોલર (લગભગ ૧૪ કરોડ ૫૦ લાખ રૂપિયા)ની સગાઇની અંગૂઠી પરત લેવા માંગે છે. એક વેબસાઇટના અહેવાલ અનુસાર, ક્રિસે આ વર્ષે જાન્યુઆપરીમાં હીરાની અંગૂઠી આપીને પેરિસ હિલ્ટનને પ્રપોઝ કર્યું હતું, પરંતુ હવે બંન્નેનો સંબંધ પૂર્ણ થઇ ગયા બાદ તે ભેટમાં આપેલી અંગૂઠી પરત લેવા માંગે છે.
એક વેબસાઇટના અહેવાલ અનુસાર, કેલિફોર્નિયાના કાયદા અંતર્ગત, જા સગાઇ તૂટે છે તો અંગૂઠી પરત મળી જાય છે. સૂત્રોએ કહ્યું,’અને તેઓ અંગૂઠી પરત લેવા માંગે છે.’
હિલ્ટને સોમવારે ઇન્સ્ટાગ્રામ પર મર્લિન મુનરોનું કથન લખી પોતાના મંગેતરથી અલગ થવા અંગે ખુલાસો કર્યો હતો. તેણે લખ્યુ,’મારૂ માનવું છે કે, દરેક વસ્તુનું એક કારણ હોય છે લોકો બલદાતા રહે છે જેથી તમે આગળ વધી સકો. વસ્તુઓ ખોટી સાબિત થાય છે જેથી તે સાચા હોય તો તમે તેના વખાણ કરી શકો.’

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY