આજથી સ્વચ્છતા હી સેવા ઝુંબેશ પખવાડિયું યોજાશે.

0
27

મહાત્‍મા ગાંધીજીની ૧૫૦મી જન્‍મ જયંતીની ઉજવણી અવસરે સમગ્ર દેશમાં તા. ૧૫/૦૯/૧૮ થી તા.૨/૧૦/૧૮ દરમિયાન સ્‍વચ્‍છતા હી સેવા ઝુંબેશનું આયોજન કરાયું છે.

જેના ભાગરૂપે વલસાડ જિલ્લામાં પણ જાહેર સ્‍થળોની સ્‍વચ્‍છતા અંગે શ્રમદાન, ઘન કચરાના વ્‍યવસ્‍થાપન અંગે ડોર-ટુ-ડોર કલેકશન, નરેગા હેઠળ શ્રમદાન મારફત પસંદ કરાયેલા ગામોમાં કંમ્‍પોસીસ્‍ટ સેગ્રીગ્રેશન શેડનાં બાંધકામ તેજ પરંપરાગત રીતે ખુલ્લામાં શૌચક્રિયા માટે વપરાતી જગ્‍યાઓ ઉપર શ્રમદાન દ્વારા સામૂહિક સફાઇ કરી નરેગામ અંતર્ગત વૃક્ષારોપણની કામગીરી સહિત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્‍યું છે. ગ્રામ્‍યસ્‍તરે સાહૂહિક સફાઇ, ઔદ્યોગિક વિસ્‍તારોમાં કંપનીના કામદારોના સહયોગથી સાફસફાઇ કરવી, સ્‍વચ્‍છતા સભા -રાત્રિચોપાલ યોજવી, સ્‍વચ્‍છતા શપથ લેવા, શેરીનાટક, ભવાઇ, ગરબા, વકતૃત્‍વ, નિબંધ, ચિત્ર, રંગોળી, ગીત-સંગીત, ભીંતચિત્ર પત્રલેખન વગેરે થકી સ્‍વચ્‍છતા જાળવવા અંગે જનજાગૃતિ કેળવવાનું આયોજન પણ કરાયું છે. વિવિધ સ્‍થળોએ સ્‍વચ્‍છતાને લગત ફિલ્‍મ/વિડીયો સ્‍પોટ અને સંદેશાઓ પણ નિદર્શિત કરવામાં આવશે. આ કાર્યક્રમોમાં જિલ્લાના તમામ નાગરિકોને સહભાગી બની સ્‍વચ્‍છતા હી સેવા ઝુંબેશ પખવાડિયામાં ભાગ લેવા જિલ્લા ગ્રામ વિકાસ એજન્‍સી દ્વારા અનુરોધ કરવામાં આવ્‍યો છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY