સ્વચ્છતા હી સેવા પખવાડીયા હેઠળ વિવિધ સ્વચ્છતાલક્ષી કાર્યક્રમોનું આયોજન

0
253

સમગ્ર ભારતમાં સ્વચ્છ ભારત મીશન અંતર્ગત રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મ જયંતી ઉજવણી નિમિત્તે તા.૧૫/૯/૨૦૧૮ થી તા.૨/૧૦/૨૦૧૮ દરમ્યાન “સ્વચ્છતા હી સેવા” પખવાડીયાનું આયોજન કરવામાં આવ્‍યું છે.

સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) હેઠળ વ્યક્તિગત શૌચાલયની ઉપયોગીતા અને લોકોની માનસિક વર્તણુંકમાં ફેરફાર લાવવા તથા ખુલ્લામાં શૌચમુક્ત (ઓ.ડી.એફ) અંગેની સ્થિરતા જાળવવા તેમજ ઘન કચરાના નિકાલ વ્યવસ્થાપન માટે બહોળા પાયે જન જાગૃતિ કેળવવા સ્વચ્છતા હી સેવા ઝુબેશ હેઠળ ખેડા જિલ્લામાં સ્‍વચ્‍છતા પખવાડીયાનો જિલ્‍લાના ગામોમાં આજથી પ્રારંભ કરવામાં આવશે.

ખેડા જિલ્લામાં “સ્વચ્છતા હી સેવા“ ઝુબેશ અંતર્ગત તા.૧૫/૦૯/૨૦૧૮ થી તા.૨/૧૦/૨૦૧૮ સુધીના પખવાડીયાની ઉજવણીના ભાગરૂપે તા.૧૫ના રોજ દરેક ગામોમાં પ્રભાત ફેરી યોજાશે, ત્યારબાદ પ્રધાનમંત્રીશ્રી દ્વારા કરવામાં આવનાર શુભારંભ કાર્યક્રમનું જીવંત પ્રસારણનું નિદર્શન કરવામાં આવશે. તેમજ સ્થાનિક પદાધિકારી/નાગરિકો/ સ્વચ્છતાગ્રહી,  વોલીયન્ટીયર્સ, સ્વસહાય જૂથોની બહેનો, સ્વચ્છતા ચેમ્પિયનોની સક્રીય સામેલગીરી થી સાર્વજનિક/જાહેર સ્થળોની સામૂહિક સફાઇ દ્વારા શ્રમદાનનું આયોજન, તા.૧૬/૯ના રોજ સ્વચ્છતા  સભા,  કોઇપણ પરિસ્થિતિમાં જાહેરમાં મળત્યાગ  ન કરે તે માટે માહીતગાર કરી શૌચાલયનો ઉપયોગ, જાળવણી કરવા , ગામમાં શૌચાલયનો ઉપયોગ ન કરે તેઓના નામ નિગરાની સમિતિમાંથી મેળવી જાહેર જગ્યાએ પ્રસિધ્ધ કરવા, ઘરમાથી ભીનો અને સૂકો કચરો જુદો રાખવા સમજ આપવા, ઘરમાંથી નિકાલ કરાયેલ કચરામાંથી ખાતર બનાવા સમજણ આપવા તથા સ્વચ્છતા શપથ લેવાશે.

તા.૧૭ થી ૨૧ સપ્ટેમ્બર દરમ્યાન ડોર ટુ ડોર ઘન કચરાના કલેકશન, વ્યવસ્થાપન, નરેગા હેઠળ પસંદ થયેલ ગામોમાં  કંપોસ્ટ પીટ એ સેગ્રીટેશન શેડનું બાંધકામ હાથ ધરવા આવશે. તા.૨૨ના રોજ  ગામ્ય વિસ્‍તારો સહિત રેલ્વે સ્ટેશન, રેલ્વેલાઇનની આસપાસ સામૂહિક સ્વચ્છતા કરવા, તા.૨૩ના રોજ રાત્રી ચોપાલ દ્વારા સ્વચ્છતાનું મહત્વની જાણકારી આપવી, તા.૨૪ના રોજ ઔદ્યોગિક વિસ્તારમાં/ ફેક્ટરીઓમાં  સામૂહિક સાફ સફાઇ, વૃક્ષારોપણ જેવા કાર્યક્રમો હાથ ધરાશે.

તા.૨૫ના રોજ સ્વચ્છતાગ્રહીઓ દ્વારા  અન્ય કોમ્યુનિટીઓના ૧૦૦ જેટલા લોકોને પ્રોત્સાહિત કરી શ્રમદાન કરવા, તા.૨૬ના રોજ સવારે અને સાંજે  ખુલ્લામાં શૌચક્રિયાની જગ્યાઓની મુલાકાત લઇ વૃક્ષારોપણ કરવુ, તા.૨૭ અને ૨૮ના રોજ વકૃત્વ/નિબંધ /ચિત્ર/રંગોળી/ગીત સંગીત/ભીત ચિત્ર જેવી અનેક સ્પર્ધાનું આયોજન, તા.૨૯થી ૧/૧૦/ સુધી  વ્યક્તિગત અને સામૂહિક શૌચાલય પીવાના પાણીના સ્તોત્રની આજુબાજુ , શેરી, ફળીયા, રસ્તાઓ,શાળા, બાલવાડી, આંગણવાડી, ગ્રામ પંચાયત દુધ અને સેવા મંડળી,  ધાર્મિક સ્થળો અને સ્ટેચ્યુઓની સાફ સફાઇનું શ્રમદાનથી સફાઇનું આયોજન કરવામાં આવનાર છે.

ઉપરાંત તા.૨/૧૦/૨૦૧૮ ગાંધી જયંતીના દિવસે સ્વચ્છતાને લગતી ફિલ્મ/વિડીયો અને સંદેશાઓના નિદર્શન કરાશે. એમ જિલ્‍લા ગ્રામ વિકાસ એજન્‍સીના નિયામક શ્રી કે.ડી.લાખાણીએ જણાવ્‍યું છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY