વલસાડ,તા.૧૮
ડોક્ટરને ધરતી પરના ભગવાન કહેવામાં આવે છે કારણ કે, તેઓ ગણી વખત લોકોની જિંદગીને બચાવે છે પરંતુ ક્યારેક-ક્યારેક આવા ડોક્ટરની બેદરકારીના કારણે જ લોકો પોતાના જીવ ગુમાવતા હોય છે. ગણા કિસ્સાઓમાં ડોક્ટરની બેદરકારીના કારણે લોકોના પ્રાણ પંખેરૂ ઉડી જાય છે, જેના કારણે દર્દીના પરિવારજનો હોસ્પિટલમાં હંગામો કરતા હોય છે અને આવા કિસ્સામાં મામલો પોલીસ સ્ટેશનમાં પણ પહોંચતો હોય છે. વલસાડમાં પણ ખાનગી હોસ્પિટલની બેદરકારીથી મહિલાનું મોત નિપજ્યાનો કિસ્સો સામે આવ્યો છે,
વલસાડના વાપીમાં મહિલાનું મોત થતા વિવાદ ઉદ્બવ્યો છે. ડિલિવરી બાદ મહિલાની તબિયત લથડતા અન્ય હોસ્પિ.માં ખસેડાઈ હતી. અન્ય હોસ્પિટલમાં સારવાર દરમિયાન મહિલાનું મોત નિપજ્યુ હતું. મહિલાનું મોત થતા બંને હોસ્પિટલના સત્તાધીશોના સામસામે આરોપ લગાવી રહ્યા છે. હાલમાં સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો છે. જોકે, પોલીસે પીએમ કરાવી કાર્યવાહીની કરવાની બાંહેધરી આપી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



