મુંબઈ,તા.૧૮
બૉલિવૂડ એક્ટ્રેસ કૃતિ સેનન પોતાની અપકમિંગ મૂવી મીમીના શૂટિંગ માટે અત્યારે રાજસ્થાનમાં છે. આ તેમની પહેલી એવી ફિલ્મ નથી જેમાં તે દમદાર અથવા ભાવાત્મક રોલ કરવા જઈ રહી હોય. રવિવારે તેમની ફિલ્મ મીમીના સેટથી તેમની કેટલીક તસવીરો લીક થઈ છે. તેમાં તેઓ ભાવનાત્મક રોલ નીભાવી રહ્યા છે. જેમાં તે રાજસ્થાની લુકમાં દેખાઈ રહી છે. આ લૂકમાં તે ગામડાની સીધીસાદી છોકરી દેખાય છે.
એક તસવીરમાં કૃતિ રાજસ્થાની લુકમાં છે. જેમાં તેમણે ઘાઢ કાજલ લગાવ્યું છે. ઝુમકા પહેરેલા છે. કૃતિ આ તસવીરમાં રાજસ્થાની પહેરવેશમાં દેખાય છે. તાજેતરમાં સમાચાર આવ્યા હતા કે કૃતિ સેનની ફિલ્મની શૂટિંગ પોલીસ દ્વારા રોકવામાં આવી હતી. મંજૂરી લીધા વગર શૂટિંગ થતું હોવાથી પોલીસે રોક્યું હતું. જોકે, આ તસવીરો લીક થઈ છે એટલે માનવામાં આવી રહ્યું છે કે કૃતિની ફિલ્મનું શૂટિંગ ફરી શરું થયું છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



