વલસાડ,તા.૧૯
મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના ૧૧ માછીમારો સાથેની બોટ દરિયામાં ઉંધી વળી ગઈ હતી. દુર્ઘટના સમયે અને સ્થળે નજીકમાં અન્ય બોટ હોવાથી તમામ ૧૧ માછીમારોને સલામત રીતે બચાવી લેવાયાં હતાં. જો કે, બોટ માલ સામાન સાથે દરિયામાં ગરક થઈ જતાં માછીમાર પરિવાર પર આભ તૂટી પડયું હતું.
મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના ૧૧ માછીમારો સાથે દરિયામાં બોટ ડૂબવાની દુર્ઘટના બની હતી.વલસાડ જિલ્લાને અડીને આવેલા પાલઘરના સાતપાટી ગામનીં સાંઈ લક્ષ્મી બોટ અરબી સમુદ્રમાં માછીમારી કરવા ગઈ હતી.કિનારાથી ૩૫ નોટિકલ માઈલ દૂર ગયા બાદ ભારે પવનના કારણે બોટ ખલાસીઓ સાથે એક તરફ ઝૂકી જતાં ડૂબવા લાગી હતી. દરિયામા ભારે પવનથી બોટ એક તરફ ઊંધી વળીને ડૂબી ગઈ હતી.બાજુમા બીજી એક બોટના લોકોએ તમામ માછીમારોને બચાવી કિનારા પર લઈ આવતા પરિવારજનોએ રાહત અનુભવી હતી.અરબી સમુદ્રમા ભારે પવનના કારને ઘટેલી ઘટના બાદ માછીમારોમાં ભય નો માહોલ જોવા મળ્યો હતો.બોટ માલ સામાન સાથે દરિયામાં ગરકાવ થઈ જતા માછીમાર પરિવાર પર આભ તૂટી પડયું છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


