લક્વાગ્રસ્ત પતિની હત્યા કરવાના ગુનામાં પત્નીને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી

0
27

વલસાડ,તા.૨૩
પારડી તાલુકામાં આવેલા પરીયાગામે માહ્યાવંશી ફળીયામાં રહેતી મહિલાએ તેના લકવાગ્રસ્ત પતિની હત્યા કરી નાખી હતી. બાદમાં મૃતદેહ સગેવગે કરવા તથા પુરાવાનો નાશ કરવા બે મિત્રોની મદદ લીધી હતી. આ સમગ્ર કેસ સેશન્સ કોર્ટમાં ચાલતી જતાં મુખ્ય આરોપી મહિલાને આજીવન કેદની સજા અને દંડ તથા પુરાવાનો નાશ કરવામાં મદદગારી કરનાર મિત્રો સાથે મહિલાને ત્રણ વર્ષની સજા અને દંડ કોર્ટે ફટાકર્યાં હતાં.
પારડીના પરીયાગામે રહેતા મમતાબેન ઈશ્વરભાઈ માહ્યાવંશીએ પોતાના લક્વાગ્રસ્ત પતિ ઈશ્વરભાઈ માહ્યાવંશીની ૧૪ ઓગસ્ટ ૨૦૧૫ના રાત્રે સૂતા હતા એ દરમિયાન હત્યા કરી નાખી હતી. બાદમાં મમતાબેને પોતાની સાથે કામ કરતાં બે મિત્રોની મદદથી લાશને સગેવગે કરી રહ્યાં હતા એ દરમિયાન ગામના ફળિયાના લોકોને શંકા જતાં સમગ્ર હત્યા અંગે પોલીસને જાણ કરી હતી.પોલીસે મમતાબેન અને તેમના સાથીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ કરી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY