પુત્રને મારી નાંખવાની ધમકી આપી પરિણિતાનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યુ

0
23

ભાવનગર,તા.૨૩
હાલમાં ભાવનગરમાં રહેતી પરિણીતાને સાવરકુંડલામાં એસટી બસ સ્ટેન્ડ પાસેથી તેના પુત્રને મારી નાખવાની ધમકી આપી બે શખ્સોએ અપહરણ કર્યું હતું અને રાજુલામાં લઈ જઇ તેના પર દુષ્કર્મ આચર્યું હતું. આ બંને શખ્સો અને તેને મદદ કરનાર મહિલા સામે પોલીસમાં ગુનો નોંધાયો છે.
ભાવનગરમાં રહેતી એક પરિણીતાએ આ બારામાં રાજુલામાં રહેતા રણજીત માણકુભાઈ વાળા, તેની પત્ની ગીતાબેન રણજીતભાઈ વાળા તથા સુરેશ રાવતભાઈ ગોહિલ સામે સાવરકુંડલા શહેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં તેણે જણાવ્યું છે કે ગત ૯ નવેમ્બરના રોજ બપોરના બારેક વાગ્યાના સુમારે સાવરકુંડલાના બસ સ્ટેન્ડ પાસે ઊભી હતી ત્યારે રણજીત અને ગીતાબેન તેની પાસે આવ્યા હતા અને તેના પુત્રને મારી નાખવાની ધમકી આપી અપહરણ કરી રાજુલા લઈ ગયા હતા. રાજુલામાં રણજીત અને સુરેશ ગોહિલે તેને ઢીકાપાટુનો માર મારી એક રૂમમાં પૂરી વારાફરતી દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં આ બન્ને શખ્સો પાસેથી છટકી મહિલા પોલીસ મથકે પહોંચી હતી. જ્યાં તેણે આ બન્ને શખ્સો ઉપરાંત તેને મદદ કરનાર ગીતાબેન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY