વલસાડ,તા.૩૧
જિલ્લાના પારડી તાલુકા પંચાયતમાં મહિલા સભ્યએ રાજીનામું આપતા, તારીખ ૨૯ના રોજ પેટા ચૂંટણી યોજાઇ હતી. જેમાં ૬૮.૫ ટકા જેટલું મતદાન નોંધાયું હતું. જ્યારે મંગળવાર આ ચૂંટણીનું પરિણામ જાહેર થયું હતું. ૧૬૫૯ મતથી ભાજપના ઉમેદવારની જીત થઇ હતી. છેલ્લા ૨૪ વર્ષથી આ બેઠક પર કોંગ્રેસના ઉમેદવારનો દબદબો રહ્યો છે. જ્યારે ભાજપના ઉમેદવારની જીત થતા ભાજપના કાર્યકરો ગેલમાં આવી ગયા હતા.
વલસાડ જિલ્લાના પારડી તાલુકા પંચાયતની પરિયા બેઠક ઉપરના એક મહિલા સભ્યએ રાજીનામું આપી દીધું હતું. જે બાદ ખાલી પડેલી બેઠક માટે ૨૯ ડિસેમ્બરના રોજ ચૂંટણી યોજાઈ હતી. જેમાં પરિયામાં કુલ ૬૨૬૮ મતદારો પૈકી યોજાયેલા મતદાનમાં કુલ ૨૧૭૩ પુરૂષ મતદારો અને ૨૧૦૩ મહિલા મતદારો એમ કુલ ૪૨૭૬ મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. કુલ ૬૮.૫ ટકા મતદાન નોંધાયું હતું. આ મતદાન બાદ મંગળવારે ૩૧ તારીખે પારડી મામલતદાર કચેરી ખાતે મતગણતરીનું આયોજન કરવામાં આવ્યું હતું.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



