વિસનગર,તા.૩૧
વિસનગર તાલુકા પંચાયતની ૧૪ કાંસા બેઠક પર પેટાચૂંટણી યોજાઈ હતી. જેનું પરિણામ મંગળવારે જાહેર થયું છે. જેમાં ભાજપનો ભગવો લહેરાયો છે.
વિસનગર તાલુકા પંચાયત ૧૪ કાંસા બેઠક પર સભ્યની બેઠક ખાલી પડી હતી. જેને પગલે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરતા ગત ૨૯ ડિસેમ્બરના રોજ કુલ ૩,૨૭૮ જેટલા મતોનું મતદાન થયું હતું. જે બાદ ૩૧ ડિસેમ્બરે વિસનગર તાલુકા સેવા સદન ખાતે વહેલી સવારથી મતગણતરી શરૂ કરવામાં આવી હતી.
બન્ને પક્ષના ઉમેદવારો અને તેમના પ્રતિનિધિઓની હાજરીમાં નિયુક્ત ચૂંટણી અધિકારી તરીકે વિસનગર મામલતદારે મતગણતરી શરૂ કરાવી હતી. ૪ રાઉન્ડમાં મતગણતરી કરવામાં આવી હતી. જેમાં કુલ ૩,૨૭૮ મતના ગણતરીના અંતે ભાજપના ઉમેદવારને ૨,૩૪૭ મત અને કોંગ્રેસના ઉમેદવારને માત્ર ૮૬૧ મત મળ્યા હતા. આ ઉપરાંત નોટામાં પણ ૪૦ લોકોના મત પડયા હતા. જેથી ભાજપના ઉમેદવાર પ્રહલાદ પટેલને ચૂંટણી અધિકારીએ નિયમ અનુસાર વિજય જાહેર કર્યા હતા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



