યુવકે પબજી ગેમથી પરિણીતાને ફસાવી, મિત્રો સાથે મળી દુષ્કર્મ આચરતા ખળભળાટ

0
29

વલસાડ,તા.૨
વલસાડનાં યુવાન અને ભોપાલની પરિણીતા વચ્ચે પબજી રમતા રમતા વાતચીત શરૂ થઇ હતી. જે બાદ યુવકે પરિણીતાને નોકરીની લાલચ આપી મુંબઈ બોલાવી હતી. યુવકનાં ભરોસે પરિણીતા મુંબઈ આવી પહોંચી હતી. મુંબઈમાં પરિણીતાને હોટેલમાં બોલાવી યુવકે તેના પર દુષ્કર્મ આચર્યું હતું. જેનું મોબાઈલમાં રેકોર્િંડગ પણ કરી લીધું હતું. આ રેકોર્િંડગને આધારે યુવક પરિણીતાને બ્લેકમેઈલ કરવા લાગ્યો હતો. જે બાદ વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને પરિણીતાને વલસાડ પણ બોલાવી હતી. જ્યાં યુવાને પોતાના મિત્રો સાથે મળી મહિલા પર સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. આ બદકામનો પણ વીડિયો તેણે પોતાના મોબાઇલમાં ઉતાર્યો હતો.
ભોપાલમાં પરિણીતાનાં પતિએ પત્ની ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. મોબાઇલ લોકેશનનાં કારણે પરિણીતા વલસાડ હોવાનું ભોપાલ પોલીસનાં ધ્યાને આવ્યું હતું. જેથી અહીં તપાસ કરતાં પરિણીતા મળી આવી હતી. જે બાદ મહિલાએ ભોપાલ પોલીસને સમગ્ર માહિતી વર્ણવી હતી. હાલ આ પરિણીતાને ગર્ભ પણ છે. આ અંગે ભોપાલની મહિલાએ મુંબઇમાં ૩ યુવકો સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY