50 માઇક્રોનથી ઓછી ગુણવતા વાળી પ્લાસ્ટીક થેલી વાપરનાર વેપારી પાસે રૂ. ૧૪૧૦/- નો દંડ વસૂલી કુલ ૪૪ કિલો પ્લાસ્ટીકનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો
રાજપીપળા : રાજપીપળા નગરપાલિકાના ઇન્ચાર્જ ચીફ ઓફિસર આર એસ દેસાઈની સૂચના મુજબ પાલિકાની ટિમ બુધવારે સાંજે રાજપીપળા શહેરની પ્લાસ્ટિકની વસ્તુઓ વેચાણ કરતી તમામ દુકાનો ઉપર અચાનક ચેકીંગમાં નીકળી હતી જેમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક બનાવટની વસ્તુઓનું વેચાણ કરતા વેપારીઓની દુકાનો પરથી કેટલોક પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો મળતા એ જપ્ત કરી વેપારી પાસે દંડ પણ વસુલ કરતા ફફડાટ ફેલાયો હતો.
નિયમ મુજબ 50 માઈક્રોન થી ઉપરના પ્લાસ્ટિકનું વેચાણ માન્ય હોય ત્યારે તેથી નીચેના પ્લાસ્ટિક બનાવટની વસ્તુઓનું વેચાણ કરનારા અમુક વેપારીઓને ત્યાં અગાઉ પાલિકાની ટીમે આ રીતે સરપ્રાઈઝ ચેકીંગ કરી કડક સૂચના આપી હતી છતાં આ પૈકી કેટલાક વેપારીઓ 50 માઇક્રોન થી ઓછી ગુણવત્તા વાળી પ્લાસ્ટિકની થેલીઓ સહિતની વસ્તુઓનું વેચાણ કરતા હોય બુધવારે પાલિકા ટીમે ફરી અચાનક ચેકીંગ હાથ ધર્યું જેમાં અમુક વેપારીઓને ત્યાં પ્રતિબંધિત પ્લાસ્ટિક થેલીનો 44 કિલો જેવો જથ્થો જપ્ત કરી 1410/- રૂપિયાનો દંડ વસુલ કરતા નિયમનું પાલન ન કરતા વેપારીઓમાં પાલિકાના ચીફ ઓફિસર આર એસ દેસાઈ દ્વારા કરાયેલી આ કડક કાર્યવાહી થી ફફડાટ ફેલાયો હતો.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






