કચ્છ એક્સપ્રેસમાં એક જનરલ કોચ ઓછો આવતાં પેસેન્જરો-પાસ હોલ્ડરો વચ્ચે બબાલ

0
34

વલસાડ,તા.૧૩
સોમવારે કચ્છ એક્સપ્રેસ ટ્રેનમાં એક જનરલ કોચ ઓછો આવતાં ટીકિટ ધારક રેલ યાત્રીઓને એમએસટીમાં બેસવાની ફરજ પડી હતી. જેથી વડોદરાથી લઈને વાપી સુધીમાં અનેક યાત્રીઓ સાથે પાસ હોલ્ડરોનો ઝઘડો થયો હતો. વડોદરા, ભરૂચ, સુરત અને વલસાડથી અનેક યાત્રીઓ મુંબઇ જવા માટે કચ્છ એક્સપ્રેસ ટ્રેનમાં અપડાઉન કરતા હોય છે.
રેલવે વિભાગ દ્વારા સોમવારે કચ્છ એક્સપ્રેસ ટ્રેનમાં એક જનરલ કોચ ઓછો મૂકવાને લઈને ટીકિટધારક યાત્રીઓ અટવાયા હતાં. વડોદરાથી વાપી વચ્ચે અનેક યાત્રીઓને પાકીટ અને મોબાઈલ ચોરાયાની વાતો સાંભળવા મળી હતી. આવી ભીડ વાળી ટ્રેનના કોચમાં યાત્રીઓને રૂપે ચોરી કરતી ગેંગ સક્રિય થઈ જતી હોવાનું પાસ હોલ્ડરોએ જણાવ્યું હતું.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY