વલસાડ,તા.૧૩
વલસાડ તાલુકાના રોણવેલ ખાતે આવેલી સરકારી મંડળીની મિલકતમાં આવેલી બેંક ઓફ બરોડા ગ્રામીણ બેંક અને પોસ્ટ ઓફિસમાં તાળાં તૂટયાં હતાં. તાળા તોડવામાં સફળ રહેલા તસ્કરોનો ચોરીનો પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો. પોલીસને ઘટનાની જાણ થતાં તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.
બરોડા ગ્રામીણ બેંકના સીસીટીવીને નુકશાન પહોંચાડી ડીવીઆર સાથે લઈ ગયા હતાં. જ્યારે બાજુમાં આવેલી માં ભાવની રાઈસ મિલમાં સીસીટીવીના કેમેરાના વાયર કાપી નાખ્યા હતા. પોલીસે એસબીઆઈ બેંકના સીસીટીવી ચેક કરવાની કામગીરી હાથ ધરી છે. બેંકમાં સીસીટીવી કેમેરા ચેક કરવા માટે પોલીસ જવાનો પાસેથી લેટર માંગવામાં આવ્યો હતો. પોલીસે પીએસઆઈનો લેટર આપતા બેંકના કર્મચારીઓએ એસપીનો લેટર મંગાવ્યો હતો. જો કે સીસીટીવી કેમેરામાં ટાઇમિંગ સેટ કરવામાં આવ્યો ન હોવાનું સામે આવ્યું હતું. તસ્કરો દ્વારા સીસીટીવીમાં કેદ ન થવાય તેનું પૂર્વ પ્લાનિંગ કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું હતું.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


