વલસાડ જિલ્લામાં શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ અંતર્ગત તા.૨૭/૧૧/૧૮થી તા.૧/૧૨/૧૮ દરમિયાન ૪૬૨ શૈક્ષણિક સંસ્થાઓમાં આરોગ્ય વિભાગના કર્મચારીઓની કુલ ૭૦૮ ટીમો દ્વારા ૬૨૨૭૬ બાળકોના આરોગ્યની તપાસણી કરવામાં આવી હતી. જે પૈકી ૧૧૪૪ બાળકોને સ્થળ ઉપર સારવાર આપવામાં આવી છે અને ૧૨૩ બાળકોને સંદર્ભ સેવા માટે રીફર કરવામાં આવ્યા છે. આ અભિયાન અંતર્ગત ૨૫૫ પાણીનાસ્ત્રોતની સફાઇ અને કલોરીનેશનની કામગીરી, ૬૧ ગ્રામ પંચાયત, આંગણવાડી, શાળા, હાઇસ્કૂલ અને અન્ય મળી કુલ ૪૭૨ બાળ તંદુરસ્તી હરિફાઇ, ૪૩ તંદુરસ્ત સગર્ભા હરિફાઇ, ૨૭ પૌષ્ટિક વાનગી હરિફાઇ, ૭૭ વાલી મીટિંગ, ૫૨ દાદા-દાદી મીટીંગ, ૫૧ બાળગીતો, ૫ નાટક અને ૮ આરોગ્ય ગ્રામસભા જેવી સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ પણ કરવામાં આવી હોવાનું મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, વલસાડ દ્વારા જણાવાયું છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



