ન્યુ દિલ્હી,તા.૪
દક્ષિણ-પશ્ચિમ દિલ્હીના પાલમ વિસ્તારમાં બે ભાઈઓએ એક ડીજેને ગીત વગાડવા માટે ડિમાન્ડ કરવી ભારે પડી ગઈ. ગીતને રિપીટ વગાડવાને લઈને થયેલા વિવાદમાં ડિસ્ક જાકી (ડીજે)એ બંને ભાઈઓને ગોળી મારી દીધી. પોલીસના જણાવ્યા અનુસાર ઘટના રવિવાર રાત્રે ૮ઃ૩૦ વાગ્યાની છે. આ મામલામાં પોલીસે ડીજે સહિત ત્રણ લોકોની ધરપકડ કરી છે.
એક પોલીસ અધિકારીએ નામ ન જાહેર કરવાની શરતે જણાવ્યું કે શૈંકી ભારદ્વાજ અને તુષાર ભારદ્વાજ, ડીજે અક્ષયને ‘તમંચે પે ડિસ્કો…’ ગીતને રીપિટ વગાડવા માટે કહી રહ્યા હતા. તેમની આ ડિમાન્ડ પર ડીજેને ગુસ્સો આવી ગયો અને પછી તેમની વચ્ચે ઝઘડાની શરૂઆત થઈ ગઈ.
બાદમાં ડીજે અક્ષયે પોતાના એમ્પ્લોયર સંજય શર્મા અને આશીષ શર્માને આ વિશે જાણ કરી. તેની થોડી વાર બાદ તે લોકોએ શૈંકી (૨૩) અને તુષાર (૧૬) પર ગોળી ચલાવી દીધી. પોલીસ અધિકારીએ જણાવ્યું કે ત્યારબાદ આરોપી ઘટનાસ્થળે ફરાર થઈ ગઈ.
ડેપ્યુટી પોલીસ કમિશ્નર દેવેન્દ્ર આર્યાએ જણાવ્યું કે મામલાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને બંનેને લોહીમાં ખરડાયેલા જાયા. ત્યારબાદ બંનેને દ્વારકાની એક હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા. બંનેનો હજુ ઈલાજ ચાલી રહ્યો છે. ડોક્ટરે જણાવ્યું કે શૈંકી અને તુષાર ખતરાની બહાર છે. પોલીસે સોમવારે દિલ્હીના અલગ-અલગ વિસ્તારમાં રેડ કરી ડીજે અક્ષય અને એમ્પ્લોયર સંજય અને તેના ભાઈ આશીષ શર્માની ધરપકડ કરી લીધી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





