વલસાડની સિવિલ હોસ્પિટલ ખાતે વલસાડની જનતાને આયુર્વેદની સેવાનો લાભ મળે તે હેતુસર જિલ્લા આયુર્વેદ અધિકારી ડૉ.મનહર ચૌધરીના માર્ગદર્શન હેઠળ આયુર્વેદ વિભાગની આયુષ ઓ.પી.ડી.નો શુભારંભ કરવામાં આવ્યો છે. આ વિભાગમાં સંપૂર્ણપણે નિઃશુલ્ક સારવાર કરવામા઼ આવે છે. ઓ.પી.ડી.માં દરરોજ સવારે ૯-૦૦ થી ૧-૦૦ અને સાંજે ૩-૦૦ થી ૫-૦૦ કલાક દરમિયાન આયુર્વેદમાં એમ.ડી. ડૉ. અવની સેવાઓ અપાશે, જેનો જાહેર જનતાને લાભ લેવા અનુરોધ કરાયો છે.
ઉલ્લેખનીય છે કે, સમગ્ર વિશ્વ જ્યારે ભારતની વર્ષો જુની આયુર્વેદિક ચિકિત્સા પદ્ધતિને સ્વાસ્થ્ય સંરક્ષણ માટે અપનાવી રહ્યું છે ત્યારે રાજ્ય સરકારે સમગ્ર ગુજરાતના પ્રજાજનોને આ ચિકિત્સાનો લાભ મળે તે હેતુસર આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તથા આયુષ વિભાગ ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે વિવિધ સ્થળોએ આયુર્વેદ ચિકિત્સાલયોની ઉપલબ્ધતા ઉપરાંત અનેક જિલ્લા કક્ષાની જનરલ હોસ્પિટલોમાં પણ આયુર્વેદ વિભાગ શરૂ કરવામાં આવ્યા છે.
સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ડૉ.આર.એમ.જીતીયાએ આરોગ્ય વિભાગની આ પહેલને પ્રસંશનીય હોવાની સાથે આ વિભાગ માટે જરૂરી વ્યવસ્થા કરવા અંગેનો સહકાર આપ્યો હતો
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


