વલસાડ,તા.૪
એક રશિયન યુવતીનો પાસપોર્ટ ગુમ થવાનો મામલો સામે આવ્યો છે. પાસપોર્ટ ગુમ થવાના કારણે આ રશિયન યુવતી હવે પોતાના વતન પરત ફરી શક્તી નથી જેના કારણે તે વલસાડમાં ફસાઇ ગઇ છે. અનાસ્તાસિઆ લિઓનÂસ્કઆ નામની આ મહિલા પોતાના ૧૮ મહિનાનાં દિકરા સાથે હાઇકોર્ટ પહોંચી, જ્યારે ઇમિગ્રેશન કર્મચારીઓએ તેને એરપોર્ટમાં એન્ટ્રી ના આપી. હાલમાં મહિલા પોતાના દેશમાં જવા માટે ઝઝુમી રહી છે. કારણ કે, તેની સાત વર્ષની દીકરી પોતાના દેશમાં રહે છે.
હાઇકોર્ટમાં કરેલ અરજીમાં મહિલાએ જણાવ્યું છે કે, તેનું સમયસર રશિયા પહોંચવું ખુબ જ જરૂરી છે. જા તે આમ નહી કરે તો રશિયાની સરકાર તેની દીકરીની કસ્ટડી લઇ લેશે.
લિઓન્સિકના પોતાની અરજીમાં ઉલ્લેખ કર્યો છે કે, તે પોતાના પતિને શોધવા માટે ભારત આવી હતી. અરજીમાં એવો પણ ઉલ્લેખ છે કે, તે જ્યારે ૨૦૧૭માં નેપાળમાંથી ભારત માટે પ્રવાસ કરી રહી હતી ત્યારે તેનો પાસપોર્ટ ખોવાઇ ગયો હતો. લિઓન્સિકના દીકરાનો જન્મ ૨૦૧૭માં ગોવામાં થયો હતો અને હાલમાં તે વલસાડ જિલ્લામાં રહે છે.
આ મામલામાં રિઝનલ રજિસ્ટ્રેશન ઓફિસે પણ મહિલાએ ઘણા ધક્કા ખાધા હતા પરંતુ રિઝનલ રજિસ્ટ્રેશન ઓફિસેથી કોઇ યોગ્ય જવાબ ન મળ્યો અને નો ઓબ્જેક્શન સર્ટી પણ ન આપ્યું. જાકે, સર્ટિફિકેટ ન મળતા યુવતીએ હાઈકોર્ટમાં પિટિશન કરી છે. આ મામલામાં હાઈકોર્ટે એફઆરપીઓને નોટિસ પાઠવી છે. આ મામલાની વધુ સુનવણી ૮મી જાન્યુઆરીએ હાથ ધરાશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




