ગુજરાત કોંગ્રેસે રાહુલ ગાંધીને ભગવાન શંકરનાં અંશ ગણાવ્યા

0
27

વલસાડ,તા.૭
લોકસભાની ચૂંટણીને ધ્યાને લઈ કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી ૧૪મી ફેબ્રુઆરીના વેલેન્ટાઈન ડેના દિવસે ગુજરાત મુલાકાતે આવી રહ્યા છે. ૧૪મીએ રાહુલ ગાંધી દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લાના પ્રવાસે આવશે. રાહુલ ગાંધી ફરી ગુજરાતથી પ્રબળ સોફ્ટ હિંદુત્વની રણનીતિ કરશે તેવા એંધાણ છે. રાહુલ ગાંધની મુલાકાત માટે ગુજરાત કોંગ્રેસે રાહુલ ગાંધીને ભગવાન શંકરનો અંશ બતાવવાનો કોંગ્રેસનો પ્રયાસ કર્યો છે. ૧૪ ફેબ્રુઆરીના રાહુલના ગુજરાત પ્રવાસને લઈ કોંગ્રેસે એક વીડિઓ પણ બનાવ્યો છે. જેમા વીડિયોના બેગ્રાઉન્ડ ગીતમાં ભગવાન શિવના ગીતનો ઉપયોગ કરાયો છે. ગુજરાત કોંગ્રેસ દ્વારા રાહુલને શિવઉપાસક દર્શાવવાનો પ્રયાસ કરાયો છે.
વેલેન્ટાઈન ડેના દિવસે રાહુલ ગાંધીની જાહેરસભા વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના લાલ ડુંગરી ખાતે યોજાશે. આ માટે ગુજરાત કોંગ્રેસે પ્રાથમિક તૈયારીઓ શરૂ કરી છે.
એવું માનવામાં આવે છે કે વલસાડ બેઠક પર જે પક્ષની જીત થાય તે પક્ષની દેશમાં સરકાર બનતી હોય છે એટલે જ ચૂંટણી પ્રચારના શ્રીગણેશ વલસાડથી કરવાનું કોંગ્રેસે નક્કી કર્યું છે. ૨૦૦૪ અને ૨૦૦૯માં વલસાડ લોકસભા સીટ કોંગ્રેસે જીતી એટલે દેશમાં કોંગ્રેસની આગેવાની વાળી યુપીએ સરકાર બની હતી, ૨૦૧૪માં આ બેઠક ભાજપે જીતી હતી ત્યારે દેશમાં ભાજપની સરકાર બની હતી

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY