સરકાર દ્વારા વીજમાફીની જાહેરાત છતાં ખેડૂતોને મુશ્કેલી

0
5

વિસાવદર,તા.૭
સરકાર દ્વારા ખેડૂતોનાં વીજ બીલ માફ કરવાની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે હવે આ મામલે વિસાવદરનાં ધારાસભ્ય હર્ષદ રિબડિયાએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખ્યો. આ પત્રમાં હર્ષદ રિબડિયાએ લખ્યું છે કે, સરકારે સંબંધિત વિભાગોમાં પરિપત્ર જાહેર કર્યો નથી. સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે તેમ છતાં ગ્રાહકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
આ સાથે જ સરકારે વીજ બીલ માફી જાહેરાતની અમલવારી કરવાની પણ માંગ કરી છે. ઉલ્લેખનીય છે કે, રાજય સરકારે ઘર વપરાશ, ધંધાકીય, ખેતીવાડી હેતુનાં વીજ જાડાણ ધરાવતા લોકોની ૬૨૫ કરોડથી વધુ રકમની યોજના જાહેર કરી છે.
સરકારની જાહેરાત બાદ રાજ્યનાં અંદાજે સાડા છ લાખ વીજ ગ્રાહકોને એક વખતની સંપૂર્ણ માફી યોજનાનો લાભ મળશે. જેનાં માટે હવે ધારાસભ્ય હર્ષદ રિબડિયાએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખ્યો છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY