ધાડ પાડવાની તૈયારી કરનાર મધ્યપ્રદેશની ટોળકી ઝડપાઈ

0
25

રાજકોટ,તા.૬
રાજકોટ પોલીસે પડધરી વિસ્તારમાંથી ધાડપાડુ ગેંગને ઝડપી પાડી છે. આ ગેંગ કોઈ ઘટનાને અંજામ આપે તે પહેલા જ પેટ્રોલીંગ કરી રહેલી પોલીસે મધ્યપ્રદેશના ૫ શખ્સોને ઝડપી પાડ્યા હતા અને જેલ હવાલે કર્યા હતાં.
રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસે જીલ્લામાં નાઇટ પેટ્રોલીંગ દરમિયાન પડધરી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં તે દરમ્યાન રાજકોટ જામનગર નેશનલ હાઇવે રોડ પર પેરલીટ સ્ટીલ કારખાના સામે મધ્યપ્રદેશનાં પાંચ મજુરોને ઘાતક હથીયારો સાથે ગુનાને અંજામ આપે તે પહેલા રાજકોટ ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચે તમામ ઇસમોને પકડી પાડી અને તેમની સામે આઇ.પી.સી. કલમ ૩૯૯, ૪૦૨, તથા જી.પી.એક્ટ ૧૩૫ મુજબ ફરીયાદ આપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસે જણાવ્યું કે, આ ટોળકીની મોડસ ઓપરેન્ડ એવી હતી કે, આ કામના આરોપીઓ રાજકોટ જામનગર નેશનલ હાઇવે રોડ પર પેરેલીટ સ્ટીલ કારખાના સામે આવતા જતા વાહનોના ટાયરોમાં લોખંડની ખીલ્લાસરી તથા અણીદાર પથ્થરોથી પંચર પાડી વાહનો રોકાવી વાહનમાં બેઠેલ માણસો પાસેથી મિલ્કત મળી આવે તેની લુંટ કરવાના ઇરાદે ધાડ પાડવાની વૃતિ ધરાવે છે. હાલ પોલીસે આરોપીઓ પાસેથી કુહાડી, લોખંડનું ધારીયુ નંગ, લાકડા હાથાવાળુ ધારીયુ, અણીદાર પથ્થર ભરેલી થેલી, લોખંડની ખીલ્લાસરી બાંધેલ લાકડાની સોટી, ચાર્જીંગ બેટરી સહિતના હથિયારો કબ્જે કર્યા છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY