વલસાડ જિલ્લામાં વિશ્વયોગ દિવસની ઉજવણી કરાઇ

0
51

સમગ્ર જિલ્લામાં યોજાયેલા યોગ કાર્યક્રમોમાં ચાર લાખ કરતાં વધુ લોકો સહભાગી બન્‍યાઃ

વલસાડઃ સમગ્ર રાજયમાં ૨૧ જુન -૨૦૧૮ વિશ્વયોગ દિવસ ઉજવણીના ભાગરૂપે વલસાડ જિલ્લાકક્ષાનો મુખ્‍ય યોગ નિદર્શન કાર્યક્રમ તીથલ ખાતે સ્‍વામીનારાયણ મંદિરના પટાંગણમાં યોજાયો હતો. જેમાં વન અને આદિજાતિ રાજ્‍યમંત્રી રમણલાલ પાટકર, જિલ્લા કલેક્‍ટર સી.આર.ખરસાણ, જિલ્લા વિકાસ અધિકારી ડી.પી.દેસાઇ, જિલ્લા પોલીસ અધિક્ષક સુનિલ જોષી સહિત મહાનુભાવો, શહેરીજનોએ ઉપસ્‍થિત રહી યોગ નિદર્શનમાં ભાગ લીધો હતો. સમગ્ર જિલ્લામાં એક હજાર જેટલા સ્‍થળોએ યોજાયેલા કાર્યક્રમમાં ચાર લાખ કરતાં વધુ લોકો યોગ નિદર્શન કાર્યક્રમમાં સહભાગી બન્‍યા હતા. આંતરરાષ્‍ટ્રીય કક્ષાએ યોગ સ્‍પર્ધાઓમાં ભાગ લઇ અવ્‍વલ કક્ષાનું પ્રદર્શન કરનારાઓનું મંત્રીના હસ્‍તે પ્રમાણપત્ર આપી સન્‍માનિત કરાયા હતા.

આ અવસરે વનમંત્રી રમણલાલ પાટકરે જણાવ્‍યું હતું કે, દેશના વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીએ યોગને વિશ્વફલક ઉપર લઇ જઇ વિશ્વને યોગ તરફ વાળ્‍યું છે. યોગ થકી નિરોગી અને સ્‍વસ્‍થ રહી શકાય છે. શરીરેને સ્‍વસ્‍થ રાખવાનો યોગ એક ઉત્તમ ઈલાજ છે. જીવનમાં નિયમિત યોગ કરવાથી ઘણા ફાયદા થાય છે. તેમણે રાષ્‍ટ્રયોગમાં ભાગ લેનાર સૌને શુભેચ્‍છા પાઠવી હતી.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY