વાંસદા સ્ટેટના પરમ સજ્જન અને બહુશ્રુત મહારાજા દિગ્વિન્દ્રસિંહજી

0
11

સુરત, તા.૧૩
મહારાજા ઓફ વાંસદા આજે અનંતની યાત્રાએ ચાલી નીક્ળ્યા.૯૪ વરસનું ભરપૂર જીવન જીવી વિદાય થયા.એમના અવસાન સાથે કદાચ ઇતિહાસનું એક વિરલ પ્રકરણ સમાપ્ત થયું.દેશી રજવાડાંએ સરદાર સાહેબને ભારત ગણસંઘમાં સામેલ થવાનાં ખત પર સહીઓ કરી તે પૈકી જોડાણખત પર સહી કરનાર એકમાત્ર જીવંત રાજા આ હતા.૧૦ જૂન,૧૯૪૮ના રોજ તેમણે જોડાણખત પર સહી કરેલી.
દિગ્વિરેન્દ્રસિંહજી પર રાજાપણું ચઢેલું ન હતું.એકદમ યુવાવયે રાજ્યાભિષેક થયેલો..પણ રાજાશાહી દૂષણ તેમને વળગેલાં નહીં.રજવાડું હતું ત્યારે ય ભારે પ્રજાવત્સલ રાજા હતા.
સાવ સાદગીભર્યું અને સહજ જીવન.પત્રકાર મિત્ર હનિફ મહેરીની શાદીમાં શરીક થયેલા.કોઇ જાતના દેખાડા વિના.કોઇ રાજાને આ રીતે પોતાના રાજકર્મચારીના દીકરાના લગ્નમાં સામાન્ય બારાતીની જેમ જતા અને ખાસ્સા કલાકો રોકાતા જોયા નથી.
મહારાજા બહુશ્રુત હતા.પર્યાવરણ,વન્યપ્રાણી સૃષ્ટિ,ચિત્રકલા,સંગીત,
રાયફલ શૂટીંગ સહિત અનેક વિષયોમાં તેમની મહારત હતી.બંસરી સરસ વગાડતા.એમનાં દોરેલાં ચિત્રો દિગ્વીર નિવાસ પેલેસમાં છે.ટ્રેપ શૂટીંગના એ સ્ટેટ ચેમ્પિયન હતા.અનેક વિષયો પર સાધિકાર અભિપ્રાય આપી શક્તા.
મહારાજાએ વાંસદામાં હરણ અભયારણ્ય વિકસાવ્યું છે. સોલંકી વંશના વાંસદા સ્ટેટનાએ ૨૨ મા નરેશ હતા.એક વખતે વાંસદાથી ઉમરગામ સુધી વાંસદા નરેશની આણ અને હાક ચાલતી.હવે ૨૩મા નરેશપદે જયવિરેન્દ્રસિંહ સોલંકી બેસશે.
અત્યંત સાલસ સ્વભાવના,સાદગીપ્રિય,
સંતપ્રકૃતિના મહારાજા સાથેની મુલાકાતો હવે સંભારણાં જ.
એમને આદરાંજલિ.
-( વરીષ્ઠ પત્રકાર – લેખક *જશવંતભાઈ રાવલ*ની વોલ પરથી)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY