ત્રિકમનગર જૈન સંઘમાં તપ ધર્મની અનુમોદના અર્થે ત્રણ કોડના ઉજવણા

0
10

સુરત, તા.૧૩
એલ.એચ.રોડ સ્થિત શ્રી ત્રિકમનગર જૈન સંઘમાં પૂ. પંન્યાસ શ્રી પદ્મદર્શન વિજયજી મહારાજ તેમજ પૂ. આ.શ્રી. કેશરસૂરિજી મ.સમુદાયના પૂ. જયરત્નાશ્રીજી મ.આદિ શ્રમણી ભગવંતીની પાવન નિશ્રામાં થયેલ વિશિષ્ટ તપ ધર્મની અનુમોદનાર્થે ત્રણ છોડના ઉજમણા પ્રસંગે દ્વાદશાંગી પૂજન ભણાવવામાં આવ્યું હતું. જેમાં વિરાટ માનવ મહેરામણ ઉમટ્યો હતો. ત્રણ છોડના ઉજમણા નિમિત્તે દર્શન, જ્ઞાન અને ચારિત્રના ઉપકરણો પણ મુકવામાં આવ્યું હતું. ઉદ્યાપનનું ઉદ્ઘાટન જૈન જયતિ શાસનના જયઘોષ વચ્ચે થયું હતું. આ પાવન પ્રસંગને અનુલક્ષીને પ્રવચનધારા વહાવતા પૂ.પંન્યાસ શ્રી પદ્મદર્શનજી મહારાજે જણાવ્યું હતું કે, જૈન સંઘ અને જૈન શાસન પાંચમાં આરાના છેડા સુધી અનુષ્ઠાનોï તપ, ત્યાગ અને ક્રિયાઅોના આલંબન દ્વારા ચાલશે. જિન શાસનની ભવ્ય પરંપરામાં પ્રભુમય બનવા માટે ભક્તિના અનુષ્ઠાનો મહત્ત્વનો ભાગ ભજવે છે. કર્મક્ષયની સાધના માટે તપોત્સવ જરૂરી છે. તપની ઉજવણી કરવાથી ભાવુકો તપધર્મ તરફ આકર્ષાય છે. વિઘ્નોની વણથંભી વણઝારને અટકાવવા માટે તપ એ તલવારના સ્થાને છે. કર્મરૂપી શત્રુઅોનો કચ્ચરધાણ વાળવા માટે તપધર્મના શરણે જવું જાઈએ.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY