માસમાં અને ગોડાદરામાં વાહન અકસ્માતમાં બે લોકોના મોત

0
11

ઓલપાડ પોલીસની હદમાં બે અકસ્માતની ઘટના
સુરત, તા.૧૧
ઓલપાડ તાલુકાના માસમા ગામ તથા ગોથામ ઓવર બ્રીજ પાસે વાહન અકસ્માતના બનેલા બે બનાવોમાં એક વ્યક્તિનું કરણ મોત નીપજવાનો બનાવ ઓલપાડ પોલીસ મથકે નોંધાયો હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર અમરોલી કાંસાનગર ખાતે રહેતાં રાજેશભાઈ રવજીભાઈ રાઠોડ પોતાની હીરો હોન્ડા સ્પ્લેન્ડર મોટર સાયકલ લઈને ગતરોજ વહેલી સવારે ગોથાણ ઓવર બ્રીજ પરથી પસાર થતા હતા. ત્યારે તેમણે પોતાના સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા ડીવાઈડર સાથે અથડાવી પાછળ બેઠેલા ગણેશપુરા કૃષ્ણનગરના રહેવાસી હરેશભાઈ મકવાણાના શરીરે ગંભીર ઈજાઓ પહોંચાડી મોત નીપજાવી ફરાર થઈ ગયો હતો. ન્યુ કાંસાનગરના રહેવાસી નવીનભાઈ રાઠોડે ઓલપાડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ફેટલનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. જ્યારે બીજે એક વાહન અકસમાત મોતનો બનાવ માસમા ગામ ખાતે બન્યો હતો. એક અજાણ્યા મોટર સાયકલ સવારે જયેશ પટેલના સસરાની બાઈકને ટક્કર મારી ઈજાઓ પહોંચાડી ફરાર થઈ ગયો હતો. ઓલપાડ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY