વાપી,તા.૨૫
એનસીપી(નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી) તરફથી ૨૭મી જાન્યુઆરીને મોટા સમાચાર આવશે એવું કહીને શંકરસિંહે સ્પષ્ટ સંદેશ આપી દીધો છે કે તેઓ આગામી દિવસોમાં એનસીપી સાથે જાડાઈ રહ્યા છે. પૂર્વ મુખ્યમંત્રી તેમજ કોંગ્રેસના પૂર્વ નેતા શંકરસિંહ વાઘેલા શુક્રવારે વાપી શહેરની ટૂંકી મુલાકાતે આવ્યા હતા. મુલાકાત દરમિયાન તેમણે મીડિયા સાથે વાતચીત દરમિયાન આવું નિવેદન કર્યું હતું.
શંકરસિંહ વાઘેલાએ જણાવ્યુ હતુ કે, “એનસીપીના સુપ્રીમો શરદ પવાર સાથે મારે વાત થઈ છે. ૨૭મી જાન્યુઆરીએ એનસીપી તરફથી મોટા સમાચાર મળશે.” શંકરસિંહના નિવેદન પરથી કયાસ લગાવવામાં આવી રહ્યો છે કે ૨૭મીએ એનપીસી શંકરસિંહ તેમની પાર્ટીમાં જાડાઈ રહ્યા હોવાની જાહેરાત કરી શકે છે.
આ પ્રસંગે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહે ભાજપના કચ્છના દિગ્ગજ નેતા જયંતિ ભાનુશાળીની હત્યા મામલે પણ નિવેદન આપ્યું હતું. વાઘેલાએ જણાવ્યુ કે, “ભારતીય જનતા પાર્ટી કાવતરાખોર પાર્ટી છે. ગુનાહિત માનસિકતા ધરાવતા લોકોની પાર્ટીમાં ભરતી કરી હોવાનું આ પરીણામ છે. સત્તાની લાલસા કે પછી સીડી પ્રકરણ જયંતિ ભાનુશાળીની હત્યા પાછળનું કારણ હોઈ શકે છે.”
આ પ્રસંગે વાઘેલાએ મહાગઠબંધન અંગે જણાવ્યું હતું કે, ચૂંટણી પહેલા મહાગઠબંધનની કોઈ શક્્યતા નથી. ચૂંટણી પછી મહાગઠબંધન થઈ શકે છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




