મેડિસિન વિભાગની લોખંડની ગ્રીલ ૧૫ મિનિટ બંધ કરી દેતા હોબાળો મચ્યો

0
11

સુરત,તા.૨૫
નવી સિવિલ હોસ્પિટલમાં મેડિસિન વિભાગ ૧૨ નંબરની ઓપીડીમાં અંડર જવાના મુખ્ય દરવાજાની લોખંડની ગ્રીલ સિકિયુંરિટી ગાડે પંદરથી વીસ મિનિટ સુધી બંધ કરી દેતા ભારે હોબાળો થયો હતો જેના કારણે દર્દી અને તેમના સંબંધીઓએ હાલાકી વેઠવી પડી હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત વિગત મુજબ નવી સિવિલ હોસ્પિટલમાં ૧૨ નંબરની ઓપીડીમાં મેડિસિન વિભાગની ઓપીડી વિભાગની ઓપીડી અને ઇકો-કાર્ડિયોગ્રામ કરવામાં આવે છે. આજે સવારે સિવિલમાં મેડિસિન વિભાગની ૧૨ નંબરની ઓપીડીનો મુખ્ય દરવાજાની લોખંડની ગ્રીલ સિકિયુંરિટી ગાર્ડે ૧૫ થી ૨૦ મિનિટ માટે બંધ કરી દીધી હતી. જેના કારણે ખંડના દર્દીઓ અને તેમના સબંધો બહાર નહીં જઇ શકે અને બહારના દર્દી અને સંબંધીઓ અંદર જઈ શકતા ન હતા. જેને લીધે ત્યાં ભારે મચાવ્યો હતો.
બાદમાં લોખંડની ગ્રીલ ખોલતા દર્દી અને તેમના સંબંધોનો રોષ ઓછો થયો હતો. જા કે લોખંડની ગ્રીલ બંધ કરવાથી દર્દી અને તેમના સંબંધીઓએ હાલાકી વેઠવી પડી હતી.
સિકિયુંરિટી ગાર્ડે જણાવ્યું હતું કે દર્દીનો ધસારો અચાનક વધી ગયો હતો. જેથી દર્દી અને તેમના સંબંધીઓ ધસારા સાથે ૧૨ નંબરની ઓપીડીમાં જઈ રહ્યા હતા. જેના લીધે થોડા સમય માટે દરવાજા બંધ કર્યો હતો અને અન્ય સિકિયુંરિટી ગાર્ડને બોલાવી લાવીને પરિસ્થિતિ થાળે પાડી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY