એકલતાનો લાભ લઇ તબીબે યુવતી સાથે શારીરિક અડપલાં કરતા હોબાળો મચ્યો

0
29
વાપી,તા.૧૬
વાપી ખાતે આવેલ ઈએસઆઈ હોસ્પિટલ એક યુવતી નર્સ તરીકે પોતાની ફરજ બજાવતી હતી. ત્યારે વાપી ખાતે આવેલ ઈએસઆઈ હોસ્પિટલના ડોક્ટર અનિલ શહરે એક યુવતીને શારીરિક અડપલા કરીને જબરદસ્તી કરી હતી. ત્યારબાદ યુવતીએ સમગ્ર ઘટનાની જાણકારી પરિવારજનોને કરતા પરિવારજનો હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યા હતા અને ત્યાં યુવતી અને પરિવારજનોએ હોબાળો મચાવી દીધો હતો.
આ ઘટનામાં યુવતીએ ડોક્ટરને તેની કેબીનમાં ચપ્પલ ફેંકી માર મરાયો હોવાની વાત પણ સામે આવી છે. મહિલા નર્સે ડોક્ટર પર પોતાનું ચંપલ ફેંક્યું હોવાની કથણી પણ સામે આવી રહી છે. ત્યારબાદ હોસ્પિટલમાં મહિલા નર્સ અને તેના પરિવારજનોએ હોબાળો કરતા ચર્ચાનો વિષય બન્યો હતો. યુવતીનું કહેવું છે કે, ડોક્ટર અનિલ શહરે એકલતાનો લાભ ઉઠાવી મારી સાથે શારીરિક અડપલા કરીને જબરદસ્તી કરવાનો પ્રયત્ન કરાયો હતો.
આ ઘટનામાં ભારે હોબાળો થતા લોકો દોડી આવ્યા હતા, ત્યારબાદ પોલીસને જાણ કરાતા વાપી જીઆઈડીસી પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. હાલ સમગ્ર મામલો વાપી જીઆઈડીસી પોલીસ મથકે પહોંચતા પોલીસે તપાસ શરૂ કરી દીધી છે. તમને જણાવી દઇએ કે, વાપી ખાતે આવેલ ઈએસઆઈ હોસ્પિટલમાં ડોકટર અનિલ શહર એક અધિક્ષક છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY