બે વિદ્યાર્થીઓ વચ્ચેની બબાલમાં વાલીએ સ્કૂલમાં હોબાળો મચાવ્યો

0
7

વાપી,તા.૫
વાપીની એક સ્કૂલમાં વિદ્યાર્થીઓ વચ્ચે થયેલી સામાન્ય વાતની બોલાચાલીએ મોટું સ્વરૂપ ધારણ કર્યું હતું. ડુંગરી ફળિયા વિસ્તારમાં શુક્રવારે થયેલી બબાલમાં આજે એક વિદ્યાર્થીઓના વાલી અને જૂથના લોકો સ્કૂલ પર પહોંચીને ધમાલ મચાવી હતી. વિદ્યાર્થીઓ અને આસપાસના લોકોસાથે મારામારી કરી હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ દોડતી થઇ હતી. પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચીને સ્થિતિ કાબુમાં લીધી હતી. વાપીના ડુંગરી ફળિયામાં આવેલી સ્કૂલમાં બે વિદ્યાર્થીઓ વચ્ચે સામાન્ય વાતમાં બબાલ થઇ હતી.
સામાન્ય વાતે એટલું મોટું સ્વરૂપ ધારણ કર્યું હતું કે, વાત વાલી સુધી પહોંચી ગઇ હતી. જેના પગલે શનિવારે એક વિદ્યાર્થીઓના વાલી અને જૂથના લોકો સ્કૂલ ઉપર પહોંચી ધમાલ મચાવી હતી. સુત્રોના જણાવ્યા પ્રમાણે વિદ્યાર્તીઓ સાથે આસપાસના લોકો સાથે પણ મારામારી કરી હતી. ઘટનાના પગલે સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઇ હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો પણ સ્થળ ઉપર પહોંચી ગયો હતો. ઘટના સ્થળ પાસે લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઇ હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY