આૅસ્ટ્રેલિયાન કોચ લૈંગરે કોહલીની તુલના સચિન તેન્દુલકર સાથે કરી

0
6

એડિલેડ,તા.૧૬
આૅસ્ટ્રેલિયાના કોચ જસ્ટીન લૈંગરે ભારતીય ટીમના કપ્તાન વિરાટ કોહલીની તુલના સચિન તેંડુલકર સાથે કરતા મંગળવારે જણાવ્યું હતું કે ભારતીય કપ્તાનનું ક્રિકેટના દરેક ફોર્મેટ્‌સમાં રમતી વખતે જે રીતે સંતુલન બનાવે છે તે અવિશ્વસનીય છે.
કોહલીએ પોતાની વન-ડે મેચમાં ૩૯મી સદી ફટકારી ભારતને બીજી વન-ડે મેચ જીતાડી છે. જ્યારે કોહલીના શાનદાર પ્રદર્શનને લઇને આૅસ્ટ્રેલિયાના કોચ જસ્ટીન લૈંગરે કોહલીના વખાણ કરતા કહ્યુ હતું કે ભારતીય કપ્તાનનું આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં હજી પણ એવો જ પ્રભાવ છે કે જેવો અમારા જમાનામાં તેંડુલકરનો હતો. ભારત-આૅસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી બજી વન-ડે મેચમાં ભારતે ૬ વિકેટથી આૅસ્ટ્રેલિયાને હાર આપી હતી.
આૅસ્ટ્રેલિયાની હાર બાદ કોચે જણાવ્યું હતું કે હું આ બન્ને ખેલાડીઓને મારી ટીમમાં રાખવા માગુ છું. સચિન એક અવિશ્વસનીય ક્રિકેટર છે. હું જ્યારે પણ તેમને રમતા જાતો કે મને લાગતું કે તેઓ ધ્યાનમગ્ન છે. તેઓ એકદમ શાંતચિત થઇને ક્રિકેટ રમતા હતા અને એટલા માટે જ તેમના રેકાર્ડ અદ્વિતીય છે.
લૈંગરનું માનવું છે કે સચિન, ધોની અને વિરાટ મહાન ખેલાડીઓ છે અને આૅસ્ટ્રેલિયાની ટીમના યુવા ખેલાડી આ માહાન ખેલાડીઓનો સામનો કરી રહ્યા છે જે તેમના માટે સારી બાબત છે. તેઓ આ અનુભવથી સારા ખેલાડી બનશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY