રામ મંદિર જ્યારે પણ બનશે અમે જ બનાવીશું
લખનઉ,તા.૨૩
યૂપીનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રામ મંદિરને લઇને મોટું નિવેદન આપ્યું છે. તેઓએ કહ્યું કે, અયોધ્યામાં રામ મંદિરને લઇને કોઇ જ ભ્રમ ના હોવો જાઇએ. મંદિર જ્યારે પણ બનશે ત્યારે અમે જ બનાવીશું. સીએમ યોગી રવિવારનાં રોજ લખનઉ વિશ્વવિદ્યાલય તરફથી સ્મૃતિ ઉપવનમાં આયોજિત યુવા કુંભને સંબોધિત કરી રહ્યાં હતાં.
તેઓએ નામ લીધાં વગર જ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું અને કહ્યું કે, પહેલાં જે લોકો ભગવાન રામને આ એક માત્ર માન્યતા જ છે તેવું માનતા હતાં તે હવે જનોઇ દેખાડે છે અને ગોત્ર કહેતા ફરી રહ્યાં છે. જનતાને કોઇ જ ભ્રમમાં ના રાખવા જાઇએ. અયોધ્યામાં ભગવાન શ્રીરામનું મંદિર બનશે અને એમાંય જ્યારે પણ બનશે ત્યારે અમે જ બનાવીશું.
મુખ્યમંત્રી યોગીનાં ભાષણ વેળાએ યુવા રામ મંદિરને લઇને સૂત્રોચ્ચાર કરવામાં આવી રહેલ છે. ત્યારે યુવા કુંભનાં મુખ્ય વક્તા અને રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘનાં સહ સર કાર્યવાહ ડા. કૃષ્ણ ગોપાલે કહ્યું કે, અમારી સામે એક અમીર ભારત છે અને બીજું ગરીબ ભારત છે.
યૂપીનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ચૌધરી ચરણસિંહની જયંતી પર તેઓને શ્રદ્ધાંજલિ આપતા પોતાનાં સંબોધનમાં કહ્યું કે, ચૌધરીજી ખેડૂતો માટે ભગવાન સમાન હતાં. તેઓએ ખેડૂતોને આત્મનિર્ભર કર્યાં. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચૌધરીજીનાં સપના પૂર્ણ કરી રહેલ છે. ૨૦૧૪ પહેલાં ખેડૂતોની સમસ્યાઓ પર અધિક ધ્યાન ન હોતું આપવામાં આવતું. મોદીજીનાં આવ્યાં બાદ આનાં પર કાર્ય કરવામાં આવ્યાં.
મુખ્યમંત્રી યોગીએ કહ્યું કે, યૂપી સરકારે અત્યાર સુધી અંદાજે ૮૬ લાખ ખેડૂતોની સરેરાશ ૬૦ હજાર રૂપિયા સુધીનું દેવું માફ કરવામાં આવ્યું. ૨૦૧૭નાં પહેલાં યૂપીમાં ખેડૂતોનાં પાક ન હોતો ખરીદવામાં આવતો.
પરંતુ હવે ખેડૂતોને તેઓનો ખર્ચનું ડોઢ ઘણું મૂલ્ય આપવામાં આવી રહેલ છે. ધાનનો ખર્ચ ૧૦૦૦ રૂપિયા હોય છે. અમે ખેડૂતોને ૧૭૦૦ રૂપિયા આપી રહ્યાં છીએ. યોગીએ કહ્યું કે, અમારી સરકારની પ્રાથમિકતામાં ખેડૂત છે. અમે સફળતાપૂર્વક ઋણમોચનને લાગું કરાવ્યું. આજે ભારત એટલું સક્ષમ છે કે પૂરી દુનિયાનું પેટ ભરાઇ શકે છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





