ઇન્ડીયન રેડક્રોસ સોસાયટી અને લોકદ્રષ્ટિ ચક્ષુ બેન્ક ને ચક્ષુદાન અને દેહદાન મળ્યું

0
210

શ્રી જીવરાજભાઈ ભીમજીભાઈ ઇટાલિયા , શ્રી ગોવિંદભાઈ જીવરાજભાઈ ઇટાલિયા, શ્રી રાજુભાઇ જીવરાજભાઈ ઇટાલિયાના માતૃશ્રી પુરીબા નું અવસાન તા.૧૦-૫-૨૦૧૮ ગુરુવાર ના રોજ થયેલ. અમો બંને ભાઈ સંયુક્ત કુટુંબ માં રહીયે છીએ. અમારા માતૃશ્રી ની છેલ્લી ઈચ્છા દેહદાન અને ચક્ષુદાન કરવાની હતી તથા મૃત્યુ થયા પછી મારી પાછળ કોઈપણ જાત ની વિધિ કરશો નહિ મારા જીવતા મેં બધું ભોગવી લીધેલ છે તમે મારા કેહવા પ્રમાણે કરશોજી.
અમારું જન્મ સ્થળ નારી ગામ છે. અને ભીમજીભાઈ ખોડાભાઈ ઇટાલિયા પરિવારના સંતાનો છીએ તેના અમો આભારી છીએ. પુરીબા પરિવારમાં છ બહેનો છે. અમારા પરિવારના સભ્યોની સહમતીથી બા નું દેહદાન કરવામાં આવ્યું હતું. તો તેમને પણ અમને ખૂબ સાથ સહકાર આપેલ છેતો અમે બધાને આભાર વ્યક્ત કરીયે છીએ.
આ દેહ ને અગ્નિ સંસ્કાર આપી પંચમહાભૂત માં વિલીન કરવા કરતાં મેડીકલ કોલજ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ને દેહ ની આંતરિક રચના શીખે તેવા શુભ આશય સાથે પુરીબા ના દેહ નું દાન કરવામાં આવ્યું.
ડો.રશીકભાઈના જાગૃતિ થી લોકદૃષ્ટિ ચક્ષુબેંક અને રેડક્રોસ બ્લડ બેંક ના પ્રમુખ એવા ડો. પ્રફુલભાઈ શિરોયા ઘ્વારા દેહદાન મેળવ્યું હતું.
ડો. પ્રફુલ શિરોયા પ્રમુખ લોકદૃષ્ટિ ચક્ષુબેંક ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ચોર્યાસી બ્રાંચ 9825034591

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY