દેશભરમાં વરસાદ-પૂરનો હાહાકાર : અત્યાર સુધી ૭૧૮ લોકોના મોત

0
9

ન્યુ દિલ્હી,તા.૧૧
દેશભરના ઘણાં રાજ્યોમાં વરસાદ અને પૂરને કારણે અત્યાર સુધીમાં ૭૧૮ લોકોના મોત નીપજ્યા છે. પૂરને કારણે સૌથી વધુ નુકસાન યુપી, પશ્ચિમ બંગાળ, કેરળ, મહારાષ્ટ્ર, ગુજરાત, ઉત્તર-પૂર્વના રાજ્ય આસામ અને નગાલેન્ડમાં થયું છે. કેરળમાં ગત પચાસ વર્ષમાં પહેલીવાર આટલો ભારે વરસાદ નોંધાયો છે અને કેરળના ૫૮માંથી ૨૪ બંધોના દરવાજા ખોલવાની ફરજ પડી છે. વરસાદ અને પૂરને કારણે યુપીમાં અત્યાર સુધીમાં ૧૭૧ લોકોના મોત નીપજ્યા છે. ગત ચોવીસ કલાકમાં યુપીમાં છ લોકોના મોત થયા છે. યુપીના બસ્તી જિલ્લાના ગામડાં પાણીમાં ઘેરાયેલા છે.
એનઈઆરસીનું કહેવાનું છે કે યુપીમાં ૧૭૧, પશ્ચિમ બંગાળમાં ૧૭૦, કેરળમાં ૧૭૮ અને મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં ૧૩૯ લોકોના મોત નીપજ્યા છે. જ્યારે વરસાદ અને પૂરને કારણે ગુજરાતમાં અત્યાર સુધીમાં ૫૨, આસામમાં ૪૪ અને નગાલેન્ડમાં આઠ લોકોના મોત નીપજ્યા છે.
વરસાદને કારણે ગાયબ થયેલા ૨૬માંથી ૨૧ લોકો કેરળના અને પાંચ લોકો પશ્ચિમ બંગાળના છે. વરસાદ સાથે જાડાયેલી ઘટનામાં ૨૪૪ લોકો ઈજાગ્રસ્ત થયા છે. આસામમાં ૧૧ લાખ ૪૫ હજાર લોકો વરસાદ અને પૂરને કારણે અસરગ્રસ્ત થયા છે. દેશભરની ૨૭ હજાર ૫૫૨ હેક્ટર જમીનમાં પાકને પણ ભારે વરસાદથી નુકસાન થયું છે.

(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત અખબાર
૧૫ મી ઓગસ્ટ ના રોજ ૧૫ માં વર્ષ માં આપ સૌ ના આશીર્વાદ થી પ્રવેશે છે.🎂

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY