જયપુર,તા.૧૧
પોતાનાં નિવેદનોથી અવારનવાર વિવાદનાં વમળો સર્જતાં ભાજપના ધારાસભ્ય જ્ઞાનદેવ આહુજાએ ફરી એક વાર ચોંકાવનારું નિવેદન કરીને વિવાદનો મધપૂડો છંછેડયો છે. ગૌ તસ્કરીના નામે ઝેર ઓકનારા જ્ઞાનદેવ આહુજાએ આ વખતે ફરી એક વખત દેશના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નહેરુ પંડિત હોવાના મામલે સવાલ ઉઠાવ્યો છે.
રાજસ્થાની રામગઢ વિધાનસભા બેઠક પરથી ચૂંટાયેલા ધારાસભ્ય જ્ઞાનદેવ આહુજાએ કહ્યું હતું કે જવાહરલાલ નહેરુ પંડિત હતા જ નહીં. જ્ઞાનદેવ આહુજાએ પોતાનાં આ નિવેદન પાછળ દેશના પ્રથમ વડા પ્રધાનની ખાણીપીણીની દલીલ રજૂ કરી છે.તેમણે જણાવ્યું હતું કે જવાહરલાલ નહેરુ પંડિત ગણાય જ નહીં, કારણ કે તેઓ ગાય અને સુવ્વરનું માંસ ખાતા હતા.
જ્ઞાનદેવ આહુજાએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, ‘જવાહરલાલ નહેરુ પંડિત હતા જ નહીં, તેઓ ગાય અને સુવ્વરનું માંસ ખાતા હતા. સુવ્વર મુસલમાનો માટે નાપાક છે અને ગાય આપણા માટે પવિત્ર છે. તેઓ પંડિત નહોતા. તેમને પંડિત જવાહરલાલ નહેરુ કહીને બ્રાહ્મણ સાથે જાડવામાં આવ્યા.’
આ અગાઉ જ્ઞાનદેવ આહુજા અલ્વરના અલગ અલગ વિસ્તારોમાં થયેલી ગાયોની તસ્કરી અને મોબ લિંચિંગની ઘટનાઓને લઇને એવા નિવેદનો આપી ચૂકયા છે કે જેના કારણે ઉગ્ર વિવાદ છેડાયો હતો.
(જી.એન.એસ.)
જંગ એ ગુજરાત અખબાર
૧૫ મી ઓગસ્ટ ના રોજ ૧૫ માં વર્ષ માં આપ સૌ ના આશીર્વાદ થી પ્રવેશે છે.🎂
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"




