અરવલ્લી,તા.૧૭
બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતા આજે વહેલી સવારથી જ ગુજરાતભરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેના પગલે રાજ્યના અનેક વિસ્તારોમાં રાતથી જ વરસાદ પડી રહ્યો છે. શુક્રવારે સવારે છ વાગ્યા સુધીના આંકડા પ્રમાણે રાજ્યના ૨૫ તાલુકાઓમાં બેથી પાંચ ઇંચ જેટલો નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. બીજી તરફ ઉપરવાસમાં ભારે વરસાદને કારણે નર્મદાની સપાટીમાં ધરખમ વધારો થયો છે.
ઉપરવાસમાં સારા વરસાદને કારણે સરદાર સરોવર ડેમની સપાટીમાં ધરખમ વધારો નોંધાયો છે. હાલ ઉપરવાસથી નર્મદા ડેમમાં ૬૭૪૭૦ ક્્યુસેક પાણીની આવક થઈ રહી છે. છેલ્લા ૧૨ કલાકમાં ડેમની સપાટીમાં ૩૨ સેન્ટીમીટરનો વધારો થયો છે. હાલ ડેમની સપાટી ૧૧૧.૩૦ મીટર પર પહોંચી છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજ્યના ૨૫ તાલુકાઓમાં બેથી પાંચ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે, તો ૩૩ તાલુકાઓમાં એક ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે. છોટાઉદેપુરના તીલકવાડ તાલુકામાં પાંચ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.
(જી.એન.એસ.)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"



