ગાંધીનગર,તા.૧૮
હાલ ગુજરાતમાં વરસાદનો બીજા રાઉન્ડ શરૂ થઈ ગયો છે. તેમજ બે દિવસ એટલે કે ૧૮ અને ૧૯ ઓગસ્ટ સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્્યતા હવામાન વિભાગે પણ વ્યક્ત કરી છે. બે દિવસ સુધી ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી વચ્ચે અમદાવાદ શહેરથી લઈ રાજ્યના અનેક વિસ્તારોમાં શનિવારે વહેલી સવારથી ક્્યાંક ઝરમર તો ક્્યાંક ધીમીધારે વરસાદ પડી રહ્યો હોવાના અહેવાલો છે.
(જી.એન.એસ.)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"




