નર્મદા ડેમની સપાટી ૧૧૩.૫૦ મીટરે પહોંચી, ૧૨ કલાકમાં જળ સપાટીમાં ૨.૫ મીટરનો વધારો

0
144

ગાંધીનગર,તા.૧૮
ઉપરવાસમાં વરસાદને કારણે નર્મદા ડેમની સપાટીમાં વધારો નોંધાયો છે. સરદાર સરોવર ડેમની સપાટી હાલ ૧૧૩.૫૦ મીટરે પહોંચી છે. છેલ્લા ૧૨ કલાકમાં જળ સપાટીમાં ૨.૫ મીટરનો વધારો થયો છે. ઉપરવાસમાંથી ૧,૦૨,૪૧૪ ક્્યુસેક પાણીની આવક થતા ડેમની સપાટીમાં વધારો થયો છે.
ડેમની સપાટીમાં ૩ મીટરનો વધારો થતા અગામી ૯ મહિના રાજયને પીવા અને સિંચાઈ માટે ચાલે તેટલા પાણીનો સંગ્રહ થયો છે. ઉપરવાસમાં ભારે વરસાદને પગલે નર્મદા ડેમની જળ સપાટીમાં શુક્રવારે ૧૧૧.૩૦ મીટરે પહોંચી છે. સતત પડી રહેલા વરસાદને કારણે પાણીની આવક વધતા જળ સપાટી દર કલાકે ૩થી ૪ સેન્ટિમીટર વધી રહી હતી.
ગઈકાલે માત્ર ૧૨ કલાકમાં જ જળ સપાટી ૩૨ સેન્ટિમીટર વધી હતી. નર્મદા ડેમના ઉપરવાસમાં ભારે વરસાદના પગલે નર્મદા ડેમમાં પાણીની આવકમાં પણ વધારો થયો છે. અગાઉ આ આવક ૪થી ૫ હજાર ક્્યુસેક હતી. જે વધીને ૬૭૪૭.૦ હજાર ક્્યુસેક થઈ ગઈ છે.

(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY