કેરળના પૂરથી યુએઈના પીએમ ચિંતામાં, મદદ કરવા કમિટિ બનાવી

0
140

રિયાધ,તા.૧૮
કેરાલામાં આવેલા સદીના સૌથી ભયાનક પૂરના કારણે ચારે તરફ સર્જાયેલી ખાના ખરાબી વચ્ચે યુએઈના પીએમ પોતે ચિંતા કરી રહ્યા છે.
ભારતના એક રાજ્યમાં આવેલી આફત માટે યુએઈને ફીકર થાય તે વાત આશ્ચર્યજનક લાગે પણ તે હકીકત છે. યુએઈના પીએમ અને ઉપરાષ્ટ્રપતિ મહોમ્મદ બીન રશીદ અલ મખ્તૂમે કેરાલાને મદદ કરવા એક કમિટિ બનાવી છે. ઉપરાંત ટ્‌વીટ કરીને તેઓ મહત્તમ મદદ મેળવવાની કોશિશ કરી રહ્યા છે.
તેઓ કેરાલાની ચિંતા કરી રહ્યા છે કારણકે યુએઈમાં ૨૦ લાખથી વધારે ભારતીયો રહે છે અને તેમાંથી સૌથી વધારે સંખ્યા કેરાલાના લોકોની છે.
મલયાલી ભાષામાં ટિ્વટ કરીને શેખ મહોમ્મદે કહ્યું હતુ કે કેરાલાના લોકો અમારી સફળતાના ભાગીદાર રહ્યા છે અને આજે પણ છે. અમારા પર તેમની મદદ કરવાની વિશેષ જવાબદારી છે. ઈદ પહેલા ભારતમાં રહેતા આપણા ભાઈઓને મદદ કરવાનુ ભુલતા નહી.

(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY