અમેરિકાનો ભારતને ઝટકો : પાક.ના તમામ એફ-૧૬ ફાઇટર જેટ સલામ

0
6

વાશિંગ્ટન,તા.૫
અમેરિકાની ન્યૂઝ પબ્લિકેશન ફોરેન પોલિસીના એક એહવાલમાં જણાવવામાં આવ્યું છે કે, ફેબ્રુઆરીમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા સંઘર્ષમાં ભારતે જે એફ-૧૬ વિમાન તોડી પાડવાનો દાવો કર્યો હતો તે ખોટો હોઇ શકે છે કેમકે અમેરિકાએ પાકિસ્તાનના તમામ એફ-૧૬ વિમાનની ગણતરી કરી છે અને તમામ વિમાન સુરક્ષિત છે.
પ્રકાશિત રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, સીધી જાણકારી રાખનારા અમેરિકાના બે વરિષ્ઠ રક્ષા અધિકારીઓએ ફોરેન પોલિસીને જણાવ્યું હતું કે અમેરિકાના અધિકારીઓ હાલમાં જ પાકિસ્તાનના એફ-૧૬ વિમાનોની ગણતરી કરી હતી અને કોઇપણ વિમાન ગુમ થયા હોવાની જાણકારી સામે આવી નથી.
ફોરેન પોલિસીના લારા સૈલિગમેનના જણાવ્યા મુજબ, પાકિસ્તાનના એફ-૧૬ વિમાનોની અમેરિકા દ્વારા કરાયેલી ગણતરી મુજબ તમામ વિમાનો ત્યાંજ હાજર છે, જે ભારત દ્વારા એફ-૧૬ વિમાનને તોડી પાડવા અંગે કરાયેલ દાવાને વખોડે છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, નામ જણાવવા ના માંગતા એક અધિકારીએ જણાવ્યું હતું કે, ગણતરી પૂરી થઇ ગઇ છે અને તમામ વિમાન હાજર છે… જા કે અમેરિકાના સંરક્ષણ વિભાગે હજુ સુધી આ અંગે કોઇ પ્રતિક્રિયા આપી નથી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY