પાકિસ્તાનમાં આતંકી જૂથો હુમલો કરવાનું ષડયંત્ર રચી રહ્યાં છેઃ અમેરિકા
વાશિંગ્ટન,તા.૧૭
અમેરિકાએ પોતાના દેશના નાગરિકોને આતંકવાદને ધ્યાનમા રાખીને પાકિસ્તાનની યાત્રા પર પોતાની યોજના પર ફેર-વિચારણા કરવાનીસલાહ આપી છે. અમેરિકાએ અશાંત બલૂચિસ્તાન, ખૈબર પખ્તૂનખ્વા અને પાકિસ્તાનના કબજાયુક્ત કાશ્મીર(પીઓકે)ને આતંકવાદી હુમલાના કારણે ખતરનાક ‘ચિહ્નિત’ કર્યા છે અને આ સ્થળોની યાત્રા ન કરવા પોતાના દેશના નાગરિકોને જણાવ્યું છે.
અમેરિકાએ સોમવારે લેટેસ્ટ ટ્રાવેલ એડવાઈઝરી જાહેર કરી છે, એમાં પાકિસ્તાનને સામાન્ય રીતે થર્ડ કેટેગરીમાં રાખવામાં આવ્યું છે, પરંતુ બલૂચિસ્તાન, ખૈબર પખ્તૂનખ્વા અને પાકિસ્તાનના કબજાયુક્ત કાશ્મીર(પીઓકે) તેમજ ભારત-પાકિસ્તાન સરહદ સહિત દેશના કેટલાક વિસ્તારોને સૌથી ખતરનાક સ્તર એટલે કેટેગરી-૪માં સ્થાન આપ્યું છે.
અમેરિકી નાગરિકોને કેટેગરી-૪ના સ્થાનો પર યાત્રા નહીં કરવા સલાહ આપી છે. અમેરિકાના વિદેશ મંત્રાલયે એડવાઈઝરીમાં કહ્યું છે કે, પાકિસ્તાનમાં અને એના આસપાસ સિવિલ એવિયેશન ઓપરેશનને ખતરો હોવાની બાબત ધ્યાને રાખીને ફેડરલ એવિયેશન એડમિનિસ્ટ્રેશને નોટિસ ટૂ એરમેન અથવા સ્પેશ્યલ ફેડરલ એવિયેશન રેગ્યુલેશન માટે નોટિસ આપી છે. અમેરિકી વિદેશ મંત્રાલયનું કહેવું છે કે, આતંકવાદી જૂથો પાકિસ્તાનમાં સંભવિત હુમલાનું ષડયંત્ર રચી રહ્યાં છે. આતંકવાદીઓએ પહેલાં પણ અમેરિકન દૂતાવાસ અને ડિપ્લોમેટિક ફેસિલિટીના સ્થાનોને ટાર્ગેટ બનાવ્યા છે. ગુપ્ત માહિતી અનુસાર, ફરી આતંકવાદીએ આ સ્થાનો પર હુમલો કરી શકે છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






