મોસમના બદલાયેલા મિજાજથી કેસર કેરીને ભારે નુકશાન

0
25

તાલાળા,તા.૧૭
ગીરની ખુશબોદાર કેસર કેરીનો સ્વાદ કેરીના શોખીનો માટે તૈયાર થવા લાગ્યો છે પરંતુ મોસમે છેલ્લા બે દિવસમાં બદલેલા મિજાજના કારણે કેરીના પાકને ભારે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. કેરીના સારા પાકની આશા પર પાણી ફરી વળતાં સ્વાદરસિયાઓને પણ કેરી આ વર્ષે મોંઘી પડશે.
હાલની પરિસ્થિતિ જોતાં ખાતર, દવા અને મજૂરીનો ખર્ચ માટે પડશે. કેરીનો પાક માંડ ૩૦ ટકા જેટલો બચ્યો હોઈને કેરીનું બજાર મોંઘુ રહેશે. તલાલા પંથકના ખેડૂતોએ વાતાવરણના કારણે વધુ નુકસાન ન જાય તે માટે આગોતરો પાક ઉતારવાનું શરૂ કરી દીધું છે.
હાલ ગીર કેસરના ભાવ બમણા છે. ક્વોલિટી મુજબ એક બોક્સ રૂ ૮૦૦થી ૧૫૦૦ના ભાવે વેચાણ થઈ રહ્યું છે. હાલમાં પાકેલી કેસર રૂ ૧૭૦થી ૨૦૦ના ભાવથી વેચાણ થઈ રહી છે ચાલુ વર્ષે કેરીનો પાક પ્રતિકૂળ વાતાવરણ થી નુકસાનીના કારણે ઊંચો રહેશે
બીજી તરફ અન્ય કેરી હાફૂસ અને લંગડો કેરી હજુ સ્વાદ શોખીનોને રાહ જાવડાવશે. અત્યારે અમદાવાદના બજારમાં ૨૦ ટનથી વધુ દેશી કેરીની આવક થઈ રહી છે. કેસર કેરીની મામૂલી આવક સાથે બદામ કેરીની આવક પણ હાલમામ મધ્યમ છે. આ વર્ષે પ્રતિકૂળ વાતાવરણના કારણે દેશી કેરીનું ઉત્પાદન પણ ઘટ્યું છે. એક સપ્તાહ પછી કેરીની આવક વધશે. જૂનાગઢથી ૬૫ કિલોમીટરનાં અંતરે તલાલા ગીર કેસર કેરીની રાજધાની છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY