મુસ્લિમોને મત આપવાની અપીલ કરી ફસાયા નવજાતસિંહ સિદ્ધુ : કેસ નોંધાયો

0
6

પટના,તા.૧૭
કોગ્રેસ નેતા નવજાત સિંહ સિદ્ધુ સામે બિહારના કટિહારમાં ચૂંટણી રેલી દરમિયાન આદર્શ આચાર સંહિતાના ઉલ્લંઘનનો કેસ નોંધવામાં આવ્યો છે. પોતાના નિવેદનોના કારણે હંમેશા સમાચારોમાં રહેનાર પંજાબ સરકારમાં મંત્રી અને કોંગ્રેસ નેતા નવજાત સિંહ સિદ્ધુ મંગળવારે કટિહારમાં રેલી દરમિયાન મુસ્લિમોને એક થઈને કોંગ્રેસના પક્ષમાં મત આપવાની અપીલ કરી હતી.
નવજાત સિંહ સિદ્ધુના આ વિવાદિત નિવેદન બાદ આદર્શ આચાર સંહિતાના નોડલ અધિકારી અમિત કુમાર પાંડેયે આની નોંધ લઈને સ્થાનિક અધિકારી પાસે ભાષણની સીડી માંગી હતી. વળી, ભાજપે પણ સિદ્ધુના નિવેદન પર વાંધો વ્યક્ત કરીને ચૂંટણી કમિશનને આના સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી.
સિદ્ધુએ કÌš હતું કે ૬૪ ટકા તમારી વસ્તી છે.જો તમે ભેગા થયા અને એક થઈને મત આપ્યા તો બધુ પલટી જશે, મોદી ઉલટાઈ જશે. મોદીને બાઉન્ડ્રીને પાર કરી દો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY