વાશિંગ્ટન,તા.૫
ચીન સતત ઝડપથી સમગ્ર વિશ્વમાં પોતાની યુદ્ધ ક્ષમતા વધારી રહ્યું છે. ચીન પરમાણુ ક્ષમતાવાળી મિસાઇલ અને સબમરીનથી માંડીને સાઇબરવોરફેર અને એન્ટી સેટેલાઇટ હથિયારો ઉપરાંત સમગ્ર વિશ્વમાં પોતાનાં મિલેટ્રી બેઝ પણ તૈયાર કરી રહ્યું છે. એવું કરીને ચીનનો ઇરાદો પોતાની શકિત ઉપરાંત, અબજા ડોલરનાં વન બેલ્ટ વન રોડ (OBOR) ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટની સુરક્ષા કરવાનો પણ છે. અમેરિકા સંરક્ષણ મંત્રાલયે પોતાના હાલનાં અહેવાલમાં આ માહિતી આપી છે.
ચીન દ્વારા વધારાઇ રહેલી સૈન્ય શકિત પર યુએસ કોંગ્રેસ સમક્ષ રજુ થયેલી પોતાની લેટેસ્ટ રિપોર્ટમાં પેંટાગને કહ્યું કે, ચીન બીજા દેશોમાં વધારાનાં મિલિટ્રી બેઝ બનાવશે. તેમા લાંબા સમયથી મિત્રતાપુર્ણ સંબંધો અને આ પ્રકારની નીતિવાળુ પાકિસ્તાનનો સમાવેશ થાય છે અને વિદેશ સેનાનું તેમની જમીન પર હોવાની કાર્યપ્રણાલીનો એક હિસ્સો રહ્યો છે.
પેંટાગનનું કહેવું છે કે ઓગષ્ટ ૨૦૧૭માં ચીનનાં હોર્ન ઓફ આફ્રીકાનાં ડઝીબોટીમાં પહેલીવાર વિદેશી મિલિટ્રી બેઝ બનાવ્યો હતો. ચીનની સબમરીન નિયમિત અને રીતે કરાચીમાં હાજર રહી છે. મિલિટ્રી બેઝ બનાવવા માટે ચીનના ટાર્ગેટ લોકેશન પશ્ચિમી એશિયા, દક્ષિણ પૂર્વ એશિયા અને વેસ્ટર્ન પૈસિફિક છે. ચીન દ્વારા સૈન્ય ક્ષમતાને વધારવા માટે હાલ મુખ્ય ઉદ્દેશ્ય છે તાઇવાન, દક્ષિણ અને પૂર્વ ચીની મહાસાગરોમાં કોઇ પણ રીતે અમેરિકી સૈન્ય હસ્તક્ષેપ અટકાવવા સાથે સાથે ઈન્ડિયન ઓશન રિઝન (IOR)માં એનર્જી સપ્લાયને પણ સુરક્ષીત બનાવે છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


