આતંકીઓએ ૨૭ લોન્ચ પેડ તૈયાર કર્યા,૨૫૦ આતંકીઓ કાશ્મીરમાં ઘૂસણખોરીની ફિરાકમાં

0
6

ન્યુ દિલ્હી,તા.૨૭
એક તરફ પાકિસ્તાનના નવા પ્રધાનમંત્રી ઈમરાન ખાન ભારત સાથે શાંતિની વાત કરી રહ્યા છે અને બીજી તરફ,POKમાં નિયંત્રણ રેખા પાસે આતંકીઓએ ફરી પોતાના લોન્ચ પેડ તૈયાર કર્યા છે. આ એ લોન્ચ પેડ છે કે જેને ભારતીય સેનાએ સર્જીકલ સ્ટ્રાઈક દરમિયાન નષ્ટ કર્યા હતા.
સૂત્રો દ્વારા પ્રાપ્ત વિગતો મુજબ, LOC પાસે પાકિસ્તાન અધિકૃત કશ્મીરમાં આતંકીઓએ ૨૭ લોન્ચ પેડ તૈયાર કર્યા છે. જેમાં ૨૫૦ આતંકીઓએ જમ્મૂ-કશ્મીરમાં ઘૂસણખોરી કરવાની ફિરાકમાં છે. જેમાં લિપા ઘાટીમાં આઠ લોન્ચ પેડ છે.
જેને ભારતીય સેનાએ સપ્ટેમ્બર ૨૦૧૬માં સર્જીકલ સ્ટ્રાઈક દરમિયાન ખાતમો બોલાવ્યો હતો. સૂત્રો દ્વારા પ્રાપ્ત વિગતો મુજબ, ઈમરાન ખાનના પાકિસ્તાનના પ્રધાનમંત્રી બન્યા બાદ LOC પર આતંકીઓના આઠ નવા કેમ્પ ખુલ્યા છે.
આ ૨૭ લોન્ચ પેડમાં લશ્કર-એ-તૈયબાના લિપા, ચાકોઠી, બારાકોટ, શરડી, જુરામાં અને હિઝબુલ મુઝાહિદ્દીનના કાહુટામાં કેમ્પ સક્રિય થયા છે. જેમાં સક્રિય ૨૫૦ આતંકીઓ હાલ ભારતીય સીમામાં ઘૂસણખોરી કરવા ષડયંત્ર રચી રહ્યા છે.
જા આતંકવાદીઓ અને તેમના સાગરિતો વિરૂધ્ધ સર્જીકલ સ્ટ્રાઇક કરવામાં આવે તો ઘુસણખોરીના પ્રયાસને રોકી શકાય છેય આ સાથે જ આ ઘટનાથી આતંકવાદીઓના હોંસલાને પણ ધ્વસ્ત કરી શકાય છે.
ભારતીય સેના પ્રમુખ બિપીન રાવતના વધુ એક સર્જીકલ સ્ટ્રાઇકના નિવેદન બાદ અટકળો વહેતી થઇ છે કે હવે સેના દ્વારા કિયા વિસ્તારમાં સર્જીકલ સ્ટ્રાઇક કરવી જાઇએ..?

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY