ટ્રમ્પ આકરા પાણીએ : એચ-૧બી વિઝાની અરજી ફી વધારવાનો પ્રસ્તાવ આપ્યો

0
7

વાશિંગ્ટન,તા.૭
ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશને એચ૧-બી વિઝાની એપ્લિકેશન ફીને વધારવાનો પ્રસ્તાવ આપ્યો છે. મંત્રી એલેક્ઝાન્ડર એકોસ્ટાએ અમેરિકન સાંસદોને જણાવ્યું કે, ટ્રેનિંગ પ્રોગ્રામને વધુ પ્રોત્સાહન આપવા માટે ફી વધારવાનો પ્રસ્તાવ આપ્યો છે. આ કાર્યક્રમથી અમેરિકન યુવાઓને ટેક્નોલોજી સંબંધિત ગતિવિધિઓ માટે પ્રશિક્ષણ આપવામાં આવે છે.
મંત્રી એલેક્ઝાન્ડર એકોસ્ટાએ એ સ્પષ્ટ નથી કર્યુ કે, એચ૧-બી માટે એપ્લિકેશન ફીમાં કેટલા વધારાનો પ્રસ્તાવ છે અને તે કઇ કઇ શ્રેણીઓમાં લેવામાં આવશે. પૂર્વ અનુભવોના આધારે જાવામાં આવે તો એચ૧-બી એપ્લિકેશન ફી વધવાથી ભારતની આઇટી કંપનીઓ પર આર્થિક બોજ વધશે.
જુલાઇ ૨૦૧૭માં અમેરિકન અધિકારીઓના એક રિપોર્ટ અનુસાર, એચ૧-બી વિઝા માટે સૌથી વધુ ભારતીયો અપ્લાય કરે છે. ઇમિગ્રેશન ડિપાર્ટમેન્ટ અનુસાર, ૨૦૦૭થી ૨૦૧૭ સુધી ૨૨ લાખ ભારતીયોએ એચ૧-બી વિઝા માટે એપ્લાય કર્યુ હતું, ત્યારબાદ ચીનનો નંબર આવે છે. ચીનમાંથી ત્રણ લાખ એપ્લિકેશન કરવામાં આવી હતી.
અમેરિકન ન્યૂઝ અનુસાર, દર વર્ષે ૧૦૦૦૦૦થી વધુ વિદેશી શ્રમિકોને એચ૧-બી વિઝા પર અમેરિકા લાવવામાં આવે છે અને તેઓને અહીં ૬ વર્ષ સુધી રહેવાની અનુમતિ આપવામાં આવે છે.
કોંગ્રેસમેન પાલ ગોસરે કહ્યું, આપણે આપણાં નાગરિકોને સૌથી પહેલાં રાખીએ અને અમેરિકન વર્કર્સની રક્ષા કરીએ. મહેનત અને વધુ કુશળ અમેરિકન પુરૂષ અને મહિલાઓ એચ૧-બી વિઝાને લઇને છેતરપિંડી અને દુર્વ્યવહાર અંગે પોતાની મુશ્કેલીઓ જણાવે છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY