દેવધગામની ગંગોત્રી સોસાયટીના પ્લોટ પર ગેકાયદે કબજો કરાયો

0
9

પ્લોટ માલિકોની બોગસ સહીથી નકલી કબજા રસીદ બનાવી પ્લોટમાં ઘૂસણખોરી
સુરત, તા. ૧૭
દેવધ ગામમાં આવેલ ગંગોત્રી સોસાયટીના છ પ્લોટના બોગસ કબજા રસીદો બનાવી ખરા તરીકે દેવધ ગામ પંચાયતમાં રજૂ કરી કબજા જમાવી દેનાર સામે લીંબાયત પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી.
લીંબાયત પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ પરવત પાટિયા નંદનવન સોસાયટીમાં રહેતા શ્યામાનંદ અમરનાથ ઠાકુરે આરોપી જયોતિપ્રસાદ શિવપૂજન શાહ (રહે. માનસરોવર સોસાયટી, ગોડાદરા) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ દેવધ ગામ ગંગોત્રી સોસાયટીના છ પ્લોટના માલિક જયંતભાઈ કાળા, કિરણ શિવશંકર, અનિરૂધ્ધસિંહ ગોહિલ, રવિન્દ્ર પાટીલના નામની બોગસ સહી કરી આરોપીએબોગસ કબજા રસીદ બનાવી કબજા જમાવી દીધો હતો. અને બાંકામ શરૂ કરી દીધું હતું. આરોપીએ પ્લોટો ઉપર આવશો તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. લીંબાયત પોલીસે ફરિયાદ નોંધી પો.ઈ. પી.એમ.મકવાણાએ તપાસ હાથ ધરી છે.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY