નર્મદા જિલ્લામાં પ્રાઇવેટ પાર્સિંગના વાહનોમાં મુસાફરી કરતા વિદ્યાર્થીઓના જીવ જોખમમાં…?! મોટી દુર્ઘટના સર્જાય તે પહેલાં કાર્યવાહી જરૂરી
નર્મદા જિલ્લામાં સ્કુલવર્દીમાં ફરતા પ્રાઇવેટ પાર્સીંગના વાહનો પર આરટીઓ ક્યારે પગલાં લેશે…?
મોટા ભાગનાં વાહનો ફાયરસેફટીના સાધનો,મેડીકલ કીટ વિનાના તેમજ ક્ષમતા કરતાં વધારે બાળકો બેસાડાયા હોવાનું બહાર આવ્યું છે.આવા તમામ સામે દંડનીય કાર્યવાહી હાથ ધરી દર અઠવાડિયે સ્પેશિયલ ડ્રાઈવ ચાલુ રાખવી જોઈએ
રાજપીપળા : નર્મદામાં ટ્રાફિક નિયમોને નેવે મૂકી દોડતી સ્કૂલવાન કે સ્કૂલરિક્ષા જેવા અમુક વાહનો આરટીઓમાં સ્કૂલવાન તરીકે રજિસ્ટર થયાં ન હોય આવાં રજિસ્ટર થયા વગરનાં અને કોઇપણ પ્રકારનાં નિયમોનું પાલન નહીં કરતાં વાહનો સામે આરટીઓએ કડક વલણ અપનાવવું જોઈએ નહિ તો ક્યારેક મોટી દુર્ઘટના સર્જાય એ માટે જવાબદાર કોણ
નર્મદા જિલ્લામાં આડેધડ સ્કૂલવાન પરમીટના ભંગ બદલ ફરતા કેટલાક સ્કુલવાન ચાલકોને ટ્રાફિક નિયમનના ભંગ બદલ મેમો આપી આરટીઓએ કડક કાર્યવાહી હાથ ધરવી પડશે .હાલમાંજ બારડોલી આરટીઓ એ આવા આડેધડ ફરતા સ્કૂલવાન પર તવાઈ બોલાવી હતી. આમ તો ગુજરાત રાજ્યમાં આ નિયમ લાગુ પડે છે છતાં નર્મદા માં આરટીઓ કેમ આ માટે ચેકીંગ હાથ ધરતા નથી શું એમનો કોઈ અંગત ફાયદો હશે …? નર્મદા માં આ બાબતે કોઇપણ નિયમોનું પાલન કરાતું નથી જેમાં ખાસ સ્કૂલવાન ની સાથે સાથે પેસેન્જર જીપો માં પણ જોખમી રીતે જીપોના છાપરે મુસાફરો બેસાડી ખુલ્લેઆમ વાહનો ચાલે ે છતાં આરટીઓ આંખ આડા કાન કરી તમાશો જુવે છે ત્યારે આ માટે સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરીને સ્કૂલ વાહનો સહિતના અન્ય જીપો જેવા મુસાફર વાહનો પર તવાઈ બોલાવવી જરૂરી છે જેમાં આવા તમામ વાહનોને અટકાવી જરૂરી ડોક્યુમેન્ટ ચકાસણી સહિતના નિયમોનું પાલન થાય છે કે નહીં તે બાબતે તપાસ કરીને દંડ વસૂલવાનું શરૂ કરવું જોઈએ
મોટા ભાગનાં વાહનો ફાયરસેફટીના સાધનો,મેડીકલ કીટ વિનાના તેમજ ક્ષમતા કરતાં વધારે બાળકો બેસાડાયા હોવાનું બહાર આવ્યું છે.આવા તમામ સામે દંડનીય કાર્યવાહી હાથ ધરી દર અઠવાડિયે આ સ્પેશિયલ ડ્રાઈવ ચાલુ રાખવી જોઈએ આમ તો સ્કુલવાનમાં ફીટીંગ કરવામાં આવતી સીએનજી ગેસ ટેન્ક દર ત્રણ વર્ષે રીન્યુલ કરવાનું ફરજિયાત છે.અનેક સ્કૂલવાન સીએનજી ગેસથી ચલાવવામાં આવે છે.જો અમુક વાનચાલકો ગેસના બોટલો ઉપર જ બેંચ બનાવી બાળકોને તેની ઉપર બેસાડતાં હોય તો તેવી પણ ઘટનાઓ પણ ખતરારૂપ જ નહીં બલ્કે દુર્ઘટના થવાની શકયતા વધારે છે.જે જીવતા બોમ્બ સમાન મનાય છે.સ્કૂલ વાન માટે આરટીઓએ કેટલાક નિયમો ફરજિયાત કર્યા છે છતાં નર્મદામાં આ કાયદાનું પાલન કરવામાં આવતું નથી એ કોની મહેરબાની છે અને કેમ આરટીઓ આ બાબતે સમયાંતરે ડ્રાઈવ નથી રાખતા એ પણ તપાસનો વિષય છે.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




